વીરૂએ સચિન તેંડૂલકરને ગણાવ્યો રામ, પોતે બન્યો હનુમાન, જાણો કેવી રીતે!

News18 Gujarati
Updated: June 10, 2018, 6:27 PM IST
વીરૂએ સચિન તેંડૂલકરને ગણાવ્યો રામ, પોતે બન્યો હનુમાન, જાણો કેવી રીતે!

  • Share this:
દેશ-દુનિયાના લાખો કરોડો લોકો સચિન તેંડૂલકરને તેમના શાનદાર પ્રદર્શનના કારણે ક્રિકેટનો ભગવાન કહે છે. જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ પોતાના ગુરૂ સચિનને ગોડ જી જ કહે છે.

જોકે, આ વખતે વીરૂએ માસ્ટર બ્લાસ્ટર સચિનને રામ તો પોતાને હનુમાન ગણાવ્યા

હાલામં જ સહેવાગે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ સચિન તેંડૂલકર એક સાથે નજરે પડી રહ્યાં છે. વીરૂએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યો, જ્યારે તમે ભગવાન સાથે હોવ ત્યારે તેમના ચરણોમાં હોવું સારૂ હોય છે.

આ તસવીરમાં સચિન તેંડૂલકરને પણ ટેગ કર્યા અને હેશટેગમાં લખ્યું- હેમર નહી ગદા છે. બીજા હેશટેગ સાથે લખ્યું - રામ જી, હનુમાન જી. તસ્વીરમાં સહેવાગ હાથમાં હથોડો લઈને નજરે પડી રહ્યો છે, તો સચિનના હાથમાં ચાનો કપ છે.
First published: June 10, 2018, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading