IND L VS BAN L: વીરેન્દ્ર સેહવાગના 35 બોલમાં 80 રન, 10 ફોર, 5 સિક્સર ફટકારી

IND L VS BAN L: વીરેન્દ્ર સેહવાગના 35 બોલમાં 80 રન, 10 ફોર, 5 સિક્સર ફટકારી
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ચોથી મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સે બાંગ્લાદેશ લીજેન્ડ્સને એકતરફથી મુકાબલામાં 10 વિકેટે હરાવ્યું

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ચોથી મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સે બાંગ્લાદેશ લીજેન્ડ્સને એકતરફથી મુકાબલામાં 10 વિકેટે હરાવ્યું

  • Share this:
    નવી દિલ્હી : રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ચોથી મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સે બાંગ્લાદેશ લીજેન્ડ્સને એકતરફથી મુકાબલામાં 10 વિકેટે હરાવી દીધું છે. 110 રનના લક્ષ્યાંકને ભારતે 11મી ઓવરમાં મેળવી લીધું હતું. ભારતની જીતનો હીરો સેહવાગ રહ્યો હતો. જેણે 35 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા.

    તમને જણાવી દઈએ કે ઇન્ડિયા લીજેન્ડ્સના ઓપનરે ફક્ત 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. સેહવાગે સિક્સર સાથે પોતાની અડધી સદી પુરી કરી હતી. સેહવાગે પોતાના અંદાજમાં જ બેટિંગ કરતા ભારતીય ઇનિંગ્સના પ્રથમ બોલે જ ફોર ફટકારી હતી. તેણે પ્રથમ ઓવરમાં જ 19 રન ફટકારી દીધા હતા. આ પછી સેહવાગે 8 ફોર અને 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી હતી.



    આ પણ વાંચો - IND VS ENG: આ કારણે બેન સ્ટોક્સ સાથે ઝઘડી પડ્યો હતો વિરાટ કોહલી, સિરાજે કર્યો ખુલાસો

    સચિન અને સેહવાગની કમાલ

    સેહવાગ અને સચિનની જોડી જ્યારે એકસાથે મેદાનમાં ઉતરી તો રાયપુરના સ્ટેડિયમમાં દર્શકોનો શોર ગુંજી ઉઠ્યો હતો. સેહવાગે બાંગ્લાદેશના કેપ્ટન મોહમ્મદ રફિકના પ્રથમ બોલે જ ફોર ફટકારી દીધી હતી. તેના બીજા બે બોલ પર સેહવાગે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ પછી આગામી ઓવરમાં પણ સેહવાગે એક ફોર અને સિક્સર ફટકારી હતી. સચિને બે ફોર ત્રીજી ઓવરમાં ફટકારી હતી. સચિને 26 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા.

    સચિન અને સેહવાગે ભારતનો સ્કોર પાવરપ્લેમાં 74 રન સુધી પહોંચાડી દીધો હતો. 9 ઓવરમાં ભારતનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો હતો. ભારતે એકતરફી અંદાજમાં 10 વિકેટે જીત મેળવી હતી.
    Published by:Ashish Goyal
    First published:March 05, 2021, 22:17 pm

    ટૉપ ન્યૂઝ