સેહવાગનો ખુલાસો, Ramayanની આ ઘટનાથી બેટિંગ કરવાની પ્રેરણા મળી

સેહવાગનો ખુલાસો, Ramayanની આ ઘટનાથી બેટિંગ કરવાની પ્રેરણા મળી

ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહેલા રામાયણમાં જ્યારે આ ઘટનાનું દ્રશ્ય આવ્યું તો સેહવાગે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરતા ખુલાસો કર્યો કે આ ઘટનાથી તેને બેટિંગની પ્રેરણા મળી છે

 • Share this:
  નવી દિલ્હી : ભારતનો દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag)મેદાનમાં ફોર્મમાં જોવા મળતો ત્યારે બોલરો પણ તેનાથી ડરતા હતા. તે બોલરોના માથા પરથી શોટ લગાવતો હતો. એ વાતનો કોઈ અર્થ ન હતો કે સામે બોલર કોણ છે અને કેવો બોલ ફેકે છે. તેનો અંદાજ સ્પષ્ટ હતો કે બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવાનો. તેને આવી બેટિંગની પ્રેરણા ક્યાંથી મળી તેનો તેણે ખુલાસો કર્યો છે.

  કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકો પોતાના ઘરમાં બંધ છે. આ કારણે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને રામાનંદ સાગરની રામાયણ (Ramayan)ને ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. રામાયણની એક ઘટનાએ સેહવાગની પોતાની બેટિંગ માટે પ્રેરણા આપી હતી. આ ઘટનામાં વાલી પુત્ર અંગદ લંકાના રાજા રાવણ સામે ઉભેલો જોવા મળે છે. જ્યાં પોતાનો એક પગ આગળ રાખીને તે મજબૂતીથી ઉભો છે. તેનો પગ કોઈ હલાવી શકતું નથી. એકથી એક બાહુબલીઓ અંગદનો પગ હલાવવાનો પ્રયત્ન કરે છે પણ આ અંગદનો પગ સહેજ પણ ટસનો મસ થતો નથી.

  આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપ અપાવનાર જોગિન્દરનો ખુલાસો, આ ડર ના કારણે નથી જતો ઘરે  ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહેલા રામાયણમાં જ્યારે આ ઘટનાનું દ્રશ્ય આવ્યું તો સેહવાગે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરતા ખુલાસો કર્યો કે આ ઘટનાથી તેને બેટિંગની પ્રેરણા મળી છે. પગ હલાવવો મુશ્કેલ જ નથી, અશક્ય છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી સેહવાગ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના મજેદાર ટ્વિટ દ્વારા લોકપ્રિય છે.

  41 વર્ષનો સેહવાગ ભારત તરફથી 104 ટેસ્ટ, 251 વન-ડે અને 19 ટી-20 મેચ રમ્યો છે. 104 ટેસ્ટમાં 8586 રન, 251 વન-ડેમાં 8273 રન અને 19 ટી-20 મેચમાં 394 રન બનાવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: