વિરેન્દ્ર સહેવાગે હાથીનો ક્રિકેટ રમતા વીડિયો શેર કર્યો, હરભજને કહ્યું વાહ, વાહ

 • Share this:
  નવી દિલ્લી: ટીમ ઈન્ડિયાન પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અને તેમના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. આ વખતે પણ તેમણે એક જોરદાર વીડિયો શેર કર્યો છે. જેમાં એક હાથી ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહિ તે સૂઢમાં બેટ દબાવીને શોટ્સ પણ રમી રહ્યો છે. અને કેટલાક લોકો તેના શોટ્સને રોકી રહ્યા છે. અને એક વ્યક્તિ સતત તે હાથીને બોલિંગ કરી રહ્યો છે.

  સેહવાગનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. ગન્નુ નામનો આ હાથી એક સારો શોટ લગાવી રહ્યો છે, જેને અન્ય લોકો રોકી રહ્યા છે. બધા શોટ જોકે બાજુમાં જતા હોય છે. સેહવાગે પણ કેપ્શનમાં હાથીની પ્રશંસા કરી છે અને તેના શોટને કોમેન્ટરી તરીકે સમજાવ્યો છે. આ મુદ્દે સ્પિનર ​​હરભજનસિંહે પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું- વાહ...વાહ...


  મહત્વનું છે કે, વિડિઓ અને હાથી ઇંગ્લેંડ સુધી પ્રખ્યાત બન્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને વીડિયો રિટ્વીટ કરીને લખ્યું હતું - તે સંપૂર્ણ ખાતરી છે કે, આ હાથી પાસે ચોક્કસપણે ઇંગ્લેન્ડનો પાસપોર્ટ હશે. વોનએ ગન્નુપ્રિમ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરેલી વિડિઓને રીટ્વીટ કરી છે જેને અત્યાર સુધીમાં 6 લાખ લોકો જોઈ ચૂક્યા છે.

  સહેવાગ કોરોનાના આ મુશ્કેલ સમયમાં સોશિયલ મીડિયા પર દેશવાસીઓને પણ અપીલ કરી રહ્યો છે અને તેઓને સતત પોતપોતાના ઘરે રોકાવાનું કહે છે. તાજેતરમાં, તેમણે કોવિડ -19 થી સંક્રમિત 600 થી વધુ પરિવારોને ભોજન આપવાનું કામ પણ હાથમાં લીધું હતું.
  Published by:kuldipsinh barot
  First published: