રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજનીતિક દળ અને રાજનેતા અલગ-અલગ પ્રચારની રીતો અપનાવે છે. ક્યારેક પ્રચારમાં ખોટુ પણ બોલવામાં આવે છે. આવો જ એક મામલો રાજસ્થાનમાં સામે આવ્યો છે. જ્યારે રાજનેતાએ પોતાના પ્રચાર માટે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના નામનો ઉપયોગ કર્યો હતો.
રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીની ટિકિટ પર હુરડા વિધાનસભા પરથી ચૂંટણી લડી રહેલા મનસુખ ગુર્જરના સમર્થનમાં આસીંદમાં એક વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન 29 નવેમ્બરે કરવાનું હતું. આ સભા માટે અખબારોમાં જાહેરાતો પણ આપી હતી.
સંમેલનમાં વધારે ભીડ આવે તે માટે જાહેરાતમાં જાણકારી આપવામાં આવી હતી કે આ સંમેલનને પાર્ટી સંસ્થાપક હનુમાન બેનીવાલ સિવાય પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ સંબોધિત કરશે. જોકે સેહવાગે આ જાહેરાતને ખોટી ગણાવી છે અને આવા ખોટો નેતાઓથી સાવધાન રહેવાની વાત કરી છે.
झूठ अलर्ट-
मैं दुबई में हूँ और इन्मे से किसी व्यक्ति से कभी सम्पर्क नहीं हुआ!
जब यह लोग बेशर्मी से अपने कैम्पेन के नाम पर मेरा नाम धोकाधड़ी से इस्तेमाल कर लोगों को बेवक़ूफ़ बना सकते हैं,तो अंदाज़ा लगाया जा सकता है की यदि यह कहीं जीत गए तो कितना बेवक़ूफ़ बनाएँगे ! झूठों से सावधान pic.twitter.com/ykDa4S835N
વીરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરતા લખ્યું હતું કે જુઠ એલર્ટ - હું દુબઈમાં છું અને આમાંથી કોઈ વ્યક્તિનો ક્યારેય સંપર્ક થયો નથી. આ લોકો બેશરમ બની પોતાના કેમ્પેઈનમાં મારું નામ ખોટી રીતે ઉપયોગ કરીને લોકોને મુર્ખ બનાવી શકે છે, તો અંદાજો લગાવો કે આ જો જીતી ગયા તો કેટલા મુર્ખ બનાવશે. ખોટાથી સાવધાન.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર