એશિયા કપ : ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર સંકટના વાદળો!

News18 Gujarati
Updated: July 26, 2018, 9:19 PM IST
એશિયા કપ : ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર સંકટના વાદળો!
ફાઇલ તસવીર

  • Share this:
હાલમાં જ એશિયા કપનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પ્રમાણે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો મુકાબલો 19 સપ્ટેમ્બરે થવાનો છે. જોકે આ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયાનું એશિયા કપમાં રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. જેનું કારણ છે એશિયા કપનો કાર્યક્રમ. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે એશિયા કપના કાર્યક્રમ પર સવાલો ઉભા કર્યા છે.

સેહવાગે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એશિયા કપનો કાર્યક્રમ જોઈને આશ્ચર્યચકિત થયો છું. ભારતે એશિયા કપમાં ન રમવું જોઈએ. કયો દેશ સતત બે દિવસમાં બે વન-ડે મેચ રમે છે? દુબઈના ગરમીના વાતાવરણમાં બ્રેક વગર ટીમ ઇન્ડિયા કેવી રીતે રમી શકશે. આ યોગ્ય કાર્યક્રમ નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે મુકાબલો થવાનો છે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ 18 સપ્ટેમ્બરે પણ મેચ રમવાની છે. આ મુકાબલો ભારત એ ટીમ સામે રમશે જે એશિયા કપ માટે ક્વોલિફાય કરશે.

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને એશિયા કપમાં ક્વોલિફાય થયા છે. એક ક્વોલિફાયર તરીકે યુએઈ, સિંગાપુર, ઓમાન, નેપાળ, મલેશિયા અને હોંગકોંગમાંથી ટીમનો સમાવેશ થશે.
First published: July 26, 2018, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading