2011 વર્લ્ડકપની ફાઇનલમાં યુવરાજ કરતા વહેલા બેટિંગમાં કેમ ઉતર્યો હતો ધોની, સહેવાગે ખોલ્યું રહસ્ય?

News18 Gujarati
Updated: June 10, 2018, 6:42 PM IST
2011 વર્લ્ડકપની ફાઇનલમાં યુવરાજ કરતા વહેલા બેટિંગમાં કેમ ઉતર્યો હતો ધોની, સહેવાગે ખોલ્યું રહસ્ય?

  • Share this:
મુંબઇઃ 2011ની વર્લ્ડકપની ફાઇનલમાં શાનદાર ફોર્મમાં રહેલા યુવરાજસિંહના બદલે પોતે બેટિંગમાં ઉપર આવવાને લઇને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, ધોનીએ મેચ વિનિંગ ઇનિંગ રમતા ભારતને વર્લ્ડકપ અપાવ્યો હતો. જોકે, ધોની પર બનેલી ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં બતાવવામાં આવ્યું હતું કે, કોહલીના આઉટ થયા બાદ ટીમના કોચ ગેરી કર્સ્ટન યુવરાજસિંહને બેટિંગમાં મોકલવા માંગતા હતા પરંતુ ધોની પોતે બેટિંગ કરવા જતો રહે છે.

ફિલ્મ બાદ આ અંગે અનેક સવાલ ઉઠ્યા કે ધોનીએ આ ફેંસલો કેમ લીધો હતો ? જે અંગે કહેવામાં આવ્યું કે યુવરાજસિંહ શ્રીલંકન સ્પિનર મુરલીધરન સામે બેટિંગ કરવામાં અસહજતા અનુભવતો હોવાના કારણે ધોની પોતે બેટિંગમાં આવ્યો હતો.

વર્લ્ડકપના સાત વર્ષ બાદ વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કર્યો હતો કે કેમ ધોની યુવરાજસિંહ કરતા વહેલા બેટિંગમાં આવ્યો હતો અને ધોનીને ઉપર મોકલવાનો નિર્ણય કોણે લીધો હતો. વિક્રમ સાઠેના ચર્ચિત શો What The Duckમાં પહોંચેલા વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેડુંલકરે વર્લ્ડકપની ફાઇનલને લઇને અનેક ખુલાસાઓ કર્યા હતા. સહેવાગે કહ્યું હતું કે, પોતે બેટિંગમાં જશે તે નિર્ણય ધોની કે ગેરી કર્સ્ટનનો નહોતો પરંતુ સચિન તેડુંલકરનો હતો.

સહેવાગે જણાવ્યું હતું કે હું અને સચિન એક રૂમમાં બેઠા હતા તે દરમિયાન ધોની અંદર આવ્યો હતો. આ સમયે મેદાન પર કોહલી અને ગંભીરની જોડી બેટિંગ કરતી હતી. બાદમાં સચિને ધોનીને કહ્યું કે જો ડાબોડી બેટ્સમેન આઉટ થાય તો ડાબોડી અને જમણેરી બેટ્સમેન આઉટ થાય તો જમણેરી બેટ઼સમેન મેદાનમાં ઉતરશે. આ ઘટનાને યાદ કરતાં સહેવાગે કહ્યું કે સચિનના કહેવા પર જ કોહલી આઉટ થવા પર ધોની મેદાન પર ગયો અને ટુર્નામેન્ટના હીરો યુવરાજસિંહને નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતાર્યો હતો. બાદમાં જે બન્યું તે દુનિયા સામે છે.

 
First published: June 10, 2018, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading