સેહવાગના નિર્ણયને સો સલામ, શહીદ જવાનોના બાળકો માટે કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: February 16, 2019, 4:11 PM IST
સેહવાગના નિર્ણયને સો સલામ, શહીદ જવાનોના બાળકો માટે કરી મોટી જાહેરાત
સેહવાગના નિર્ણયને સો સલામ, શહીદ જવાનોના બાળકો માટે કરી મોટી જાહેરાત

ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે એક પ્રશંસનીય પગલું ભર્યું છે, જે બીજા માટે પણ ઉદાહરણ રુપ બની શકે છે

  • Share this:
પુલવામામાં CRPFના કાફલા ઉપર ગુરુવારે થયેલા આતંકવાદી હુમલાની દેશભરમાં ટિકા થઈ રહી છે. ભારતના બધા જ ખેલાડીઓએ આ કાયરતા પૂર્ણ હુમલાની ટિકા કરી છે અને શહીદ પરિવારો સાથે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. આવા સમયે ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે એક પ્રશંસનીય પગલું ભર્યું છે, જે બીજા માટે પણ ઉદાહરણ રુપ બની શકે છે.

સેહવાગે કહ્યું છે કે તે 37 શહીદ જવાનોના બાળકોને પોતાની સ્કૂલમાં મફતમાં શિક્ષણ આપશે. હરિયાણાના ઝઝ્ઝરમાં સેહવાગની એક ઇન્ટરનેશનલ સ્કૂલ છે. જેમાં આ બાળકોને શિક્ષણ આપવાની વાત સેહવાગે કરી છે.

આ પણ વાંચો - પુલવામા હુમલોઃ ભારતીય ક્રિકેટર્સ ગુસ્સામાં આવી રીતે ઠાલવ્યો રોષ

સેહવાગે શહીદ થયેલા 37 જવાનોની તસવીર પોસ્ટ કરતા ટ્વિટર ઉપર લખ્યું છે કે આપણે ગમે તેટલું કરીશું તે પર્યાપ્ત નહીં હોય પણ હું ઓછામાં ઓછું એટલું તો કરી શકુ છું કે પુલાવામામાં શહીદ થયેલા પોતાના વીર જવાનોના બાળકોની બધી શિક્ષાની જવાબદારી હું મારી પોતાની સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉઠાવી શકું છું.સેહવાગનું આ પ્રશંસનીય પગલું સ્વાગત યોગ્ય છે. આશા છે કે સેહવાગ પાસેથી પ્રેરણા લઈને બીજા લોકો પણ પોતાની ક્ષમતા પ્રમાણે શહીદ પરિવારોની મદદ માટે આગળ આવશે.
First published: February 16, 2019, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading