Home /News /sport /વિરેન્દ્ર સેહવાગની મોટી ભવિષ્યવાણી, જણાવ્યું કોણ બનશે એશિયા કપ 2022માં ચેમ્પિયન

વિરેન્દ્ર સેહવાગની મોટી ભવિષ્યવાણી, જણાવ્યું કોણ બનશે એશિયા કપ 2022માં ચેમ્પિયન

વિરેન્દ્ર સેહવાગની મોટી ભવિષ્યવાણી

Asia Cup 2022 - વિરેન્દ્ર સેહવાગે ક્રિકેબઝ સાથે વાત કરતા કહ્યું કે જો ભારત એક મેચ હારી જાય તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે

નવી દિલ્હી : શ્રીલંકા સામેની મેચ (IND vs SL)પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે (virender sehwag)એશિયા કપમાં (Asia Cup 2022) કોણ ચેમ્પિયન બનશે તેને લઇને એક ભવિષ્યવાણી કરી છે. સેહવાગે કહ્યું કે ભારત માટે આગામી મેચ જીતવી જરૂરી છે. ભારત પ્રથમ સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે હાર્યું હતું. ભારતના પરાજય પછી ક્રિકેટના દિગ્ગજે ભવિષ્યવાણી કરતા કહ્યું કે પાકિસ્તાન વિજેતાના રૂપમાં ઉભરી શકે છે.

વિરેન્દ્ર સેહવાગે ક્રિકેબઝ સાથે વાત કરતા કહ્યું કે જો ભારત એક મેચ હારી જાય તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. પાકિસ્તાનને ફાયદો છે કારણ કે જો તે એક મેચ હારે અને બીજી જીતે તો તેની નેટ રન રેટ તેને ફાઇનલમાં લઇ જઇશ. કારણ કે તેણે ફાઇનલ પહેલા એક મેચ ગુમાવી છે અને બે જીતી છે. ભારત એક મેચ હાર્યું છે અને જો બીજીમાં પરાજય થશે તો બહાર થઇ જશે. જેથી ભારત પણ દબાણ છે. પાકિસ્તાન લાંબા સમય પછી ફાઇનલમાં રમશે અને એશિયા કપમાં પણ લાંબા સમય પછી ભારતને પરાજય આપ્યો છે.

આ પણ વાંચો - ...તો ભારત નહીં પહોંચી શકે એશિયા કપની ફાઇનલમાં, જાણો કેવું છે સમીકરણ

વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે આ વર્ષ પાકિસ્તાનનું હોઇ શકે છે. એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે 5 વિકેટે પરાજય થયો હતો. આ પછી પાકિસ્તાને હોંગકોંગને મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી ત્રીજી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન જેવી ટીમોથી સાવધાન રહેવું પડશે, જે ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે.

પાકિસ્તાન અંતિમ વખત 2014માં એશિયા કપની ફાઇનલમાં રમ્યું હતું. જ્યા તેનો શ્રીલંકા સામે 5 વિકેટે પરાજય થયો હતો. પાકિસ્તાન અત્યાર સુધી ફક્ત 2 વખત જ એશિયા કપ જીતી શક્યું છે. પાકિસ્તાન 2000 અને 2012માં એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. ભારત 7 વખત જ્યારે શ્રીલંકા 5 વખત ચેમ્પિયન બન્યું છે.
First published:

Tags: Asia Cup, IND VS SL, Virender sehwag

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો