Coronavirus: લોકડાઉનમાં ગૌસેવા કરી રહ્યો છે સેહવાગ, પ્રશંસકે પૂછ્યું - કેટલું દૂધ આપે છે?

News18 Gujarati
Updated: April 6, 2020, 3:14 PM IST
Coronavirus: લોકડાઉનમાં ગૌસેવા કરી રહ્યો છે સેહવાગ, પ્રશંસકે પૂછ્યું - કેટલું દૂધ આપે છે?
Coronavirus: લોકડાઉનમાં ગૌસેવા કરી રહ્યો છે સેહવાગ, પ્રશંસકે પૂછ્યું - કેટલું દૂધ આપે છે?

સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ગાયની આગળ ઉભો છે અને તેના પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાનો પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) પણ હાલના દિવસોમાં કોરાના વાયરસના (coronavirus)કારણે આરામ ફરમાવી રહ્યો છે. બસ ફરક એટલો છે કે બીજા ખેલાડી ઘરમાં છે અને સેહવાહ ગૌશાળામાં ગાયની સેવા કરી રહ્યો છે. સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ગાયની આગળ ઉભો છે અને તેના પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો છે.

સેહવાગનો આ વીડિયો કયા સ્થળનો છે તે હજું સ્પષ્ટ થયું નથી. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું છે કે ગાય હમારી માતા હૈ, હમૈ કુછ નહીં આતા હૈ. આ વાક્ય તે વીડિયોમાં પણ બોલતો જોવા મળે છે.


સેહવાગે 31 માર્ચે પણ એક વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં તેની માતા માખણ બનાવી રહ્યા હતા. સેહવાગે લખ્યું હતું કે આજે મા એ ઘર પર તાજું માખણ બનાવ્યું છે. મે કાનાની જેમ થોડુ ખાધું છે અને થોડુ લગાવ્યું છે.



 




View this post on Instagram




 

Aaj Maa ne Ghar par Taaza Maakhan banaya. Maine Kaanha ki tarah thoda khaaya thoda lagaya #mother #koitodnahi #ishwarswaroop


A post shared by Virender Sehwag (@virendersehwag) on






સેહવાગના આ બંને વીડિયોને પ્રશંસકો ઘણો પસંદ કરી રહ્યા છે. એક વીડિયોમાં તો પ્રશંસકે સેહવાગને પૂછી લીધું કે આ ગાય કેટલું દૂધ આપે છે?

સેહવાગે ઘણી આક્રમક ઇનિંગ્સો રમી છે પણ 2005માં 5 એપ્રિલના દિવસે પાકિસ્તાનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. સેહવાગે ધોની સાથે મળીને 96 રનની આક્રમક ભાગીદારી કરી હતી. વિશાખાપટ્ટનમમાં યોજાયેલા મુકાબલામાં સેહવાગે 40 બોલમાં 72 રન ફટકારી દીધા હતા. ધોનીએ આ મેચમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ધોનીએ 123 બોલમાં 148 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 298 રનમાં ઓલઆઉટ થયું હતું.
First published: April 6, 2020, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading