ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ફોટ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનો (Happy Birthday Virendra Sehwag) 20મી ઑક્ટોબરે જન્મદિવસ છે. 42ના વર્ષમના આ બેટ્સમેનને (Virendra Sehwag Birthday) લોકો તેની સ્ફોટક બેટિંગ વિશે તો જાણે જ છે પરંતુ થોડા સમય પહેલાં જ તેણે સૌરવ ગાંગુલી સાથે જ્યારે કેબીસીની મુલાકાત લીધી ત્યારે પોતાના ગીતો ગાવાના શોખ વિશે માહિતી આપી હતી. સેહવાગે જણાવ્યું કે પાકિસ્તાનના (When Pakistan Player Request Sehwag to sing kishore kumar song) પ્લેયરે તેને બેટિંગ કરતા વખતે કિશોર કુમારનું ગીત સંભળાવવાની ફરમાઈશ કરી હતી. સહેવાગના જન્મદિવસે તેના ગીતના શોખ, પરિવાર તેમજ રેકોર્ડ વિશે વાંચવુ વાંચકોને ગમશે.
વાત જાણે એમ છે કે સેહવાગ ક્રિઝ પર રમી રહ્યો હતો અને ભારત પાકિસ્તાનની મેચ હતી. સેહવાગ 150 રનની આસપાસ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેની પાસે પાકિસ્તાનનો બેટ્સમેન યાસીર હમીદ આવ્યો અને કિશોર કુમારનું ગીત ગાવાની ફરમાઈશ કરી.
'વીરુભાઈ કિશોર કુમારનું ગીત સંભળાવોને'
સેહવાગે આ ઘટના યાદ કરતા કહ્યું હતું કે બહુ જૂજ લોકોને ખબર હતી કે હું બેટિંગ કરતા સમયે ગીતો ગાવ છું. બેંગ્લોરમાં મેચ હતી હું 150ની આસપાસ રમી રહ્યો હતો. એ વખતે યાસીર આવ્યો અને બોલ્યો કે વીરું ભાઈ મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સારું ગીત ગાવ છો. સહેવાગે કહ્યું હા ગાવ છું, તો પેલું કિશોર કુમારનું ગીત સંભળાવાને... મેં ગીત ગાયું અને તે ખુશ પણ થયો'
વર્ષ 2004ની એ ટેસ્ટ મેચ ક્રિકેટ રસીયાઓ કેવી રીતે ભૂલી શકે જ્યારે સહેવાગે મુલતાનનો સુલતાન બની અને એક પછી એક ધમાકેદાર રન ફટકાર્યા હતા. સહેવાગે 375 બોલ રમી અને 309 રન કર્યા હતા. સહેવાગે આ ઇનિંગમાં કુલ 39 બાઉન્ડ્રી મારી હતી અને 6 સિક્સ ફટકારી હતી. આ ઘટના બાદ તેને મુલતાન કા સુલતાનનું બિરુદ મળ્યું હતું.
બે સંતાનોનો પિતા છે સહેવાગ
સેહવાગના લગ્ન વર્ષ 2004માં આરતી અહલાવત સાથે વર્ષ 2004માં થયા હતા આ લગ્ન અરૂણ જેટલીએ તેના નિવાસ સ્થાને યોજ્યા હતા. સેહવાગને સંતાનમાં આર્યવીર અને વેદાંત બે બાળકો છે. સહેવાગ પારિવારિત જીવન વિતાવે છે અને હવે એક કોમેન્ટેટર તરીકે કાર્યરત છે.
વીરેન્દ્ર સેહવાગે ભારત માટે કુલ 104 ટેસ્ટ મેચ અને 251 વનડે મેચ રમી છે અને તે તેના બેટિંગ સમય દરમિયાન ભારતના સૌથી મહત્વના ખેલાડીઓમાંનો એક હતો. તેના ધમાકેદાર બેટિંગ પ્રદર્શન અને તેની અસરકારક ઓફ સ્પિન તેને તેના રમતના દિવસો દરમિયાન ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બનાવ્યો હતો. જ્યારે ટેસ્ટ મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 319 છે, જ્યારે વનડે મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 219 છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર