IPL Auction: સહેવાગે કર્યું એવું ટ્વીટ કે ટ્રોલ થઈ પ્રીતિ ઝિંટા

News18 Gujarati
Updated: January 27, 2018, 4:20 PM IST
IPL Auction: સહેવાગે કર્યું એવું ટ્વીટ કે ટ્રોલ થઈ પ્રીતિ ઝિંટા

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વીરેન્દ્ર સહેવાગ અવારનવાર પોતાના ટ્વીટ્સને લઈને ખબરોમાં રહે છે. ક્રિકેટ હોય કે બીજો અન્ય કોઈ મુદ્દો તેમનું દરેક ટ્વીટ કંઈક મજેદાર વાત કહી જાય છે.

એવામાં હવે સહેવાગ ઇંડિયન પ્રીમિયર લીગ (IPL) 2018 પર કંઈ બોલ્યા વગર કેમ રહી શકે. IPLની બોલી લાગે તે પહેલા શનિવારે સહેવાગે ટ્વિટર પર IPL ઓક્શનને લઈને ટ્વિટ કર્યું.

સહેવાગે લખ્યું કે, 'બાળપણમાં શાકભાજી ખરીદવા માટે જતા તો મા કહેતી હતી કે ઠીકઠાક કિંમતમાં લે જે, આજે આપણે માણસો ખરીદી રહ્યાં છીએ. ફરક માત્ર એટલો જ છે કે માલિક બોલે છે કે સાચા ભાવમાં ખરીદજે'



આ સાથે જ સહેવાગે બીજા ટ્વીટમાં કિંગ્સ ઇલેવન પંજાબની માલકિન અને એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પર ટ્વિટ કર્યું અને લખ્યું કે છોકરીઓને શોપિંગનો શોખ હોય છે. એટલે જે પ્રીતિ પણ બિલકુલ શોપિંગના મૂડમાં જોવા મળી રહી છે.



જો કે આઈપીએલ 2018 માટે બોલી દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિંટા અને ટીમના મેન્ટર વીરન્દ્ર સહેવાગ એક સાથે બેઠેલા હતા. ઓક્શનમાં પ્રીતિ ઘણી વધુને વધુ ભાગ લઈ રહી હતી. આમ સાથે જ બેઠા હોવા છતાં સહેવાગે ટ્વિટરનો સહારો લઈને પ્રીતિ ઝિંટાને લઈને ટ્વિટ કર્યું. એવામાં સહેવાગ સાથે ટ્વિટર પર બીજા અન્ય લોકોએ પણ પ્રીતિ ઝિંટાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.





મહત્વનું છે કે આ વખતે કુલ 578 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે. જેમાં 578 પ્લેયર્સમાં 244 કૈપ્ડ પ્લેયર્સ, 332 અનકૈપ્ડ પ્લેયર્સ અને 2 અસોસિએટ પ્લયર્સ સામેલ છે.



 

First published: January 27, 2018, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading