ભારતના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે. પહેલા એવા સમાચાર હતા કે કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડી આ પ્રવાસે જશે નહીં. જોકે હવે એ વાતનો સંકેત મળી રહ્યો છે કે કેપ્ટન વિરાટ કોહલી આ પ્રવાસે જવા તૈયાર છે. જ્યારે ત્રણ ખેલાડીના નામો ઉપર હજુ પણ સસ્પેન્સ બનેલ છે.
કેપ્ટન વિરાટ કોહલી સિવાય વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ વેસ્ટ ઇન્ડીઝ જવા માટે તૈયાર છે. પહેલા કહેવામાં આવતું હતું કે જો વિરાટ કોહલી નહીં જાય તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે.
મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે જશે કે નહીં તેને લઈને હાલ તસવીર સ્પષ્ટ નથી. કહેવામાં આવે છે કે તે આ પ્રવાસે ના જાય તેવી સંભાવના છે. એવી પણ અટકળો છે કે ધોની આગામી મહિના સુધી પોતાની આર્મી યૂનિટ જશે. તમને જણાવી દઈએ કે ધોનીને ઇન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં નવેમ્બર 2011માં લેફ્નિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. બીજી તરફ રિપોર્ટ છે કે હાર્દિક પંડ્યા પણ ફીટ નથી. જ્યારે જસપ્રીત બુમરાહને આરામની સલાહ આપવામાં આવી છે. બુમરાહ ટેસ્ટ શ્રેણીમાં સામેલ થઈ શકે છે.
3 ઓગસ્ટથી પ્રવાસ ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરુ થઈ રહ્યો છે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર