નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યો છે. વિરાટની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને આ જાણકારી શેર કરી હતી.
વિરાટે ટ્વિટ કર્યું હતું કે અમને બંનેને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારીએ છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને સ્વસ્થ છે અને અમારું સૌભાગ્ય છે કે અમને જિંદગીના આ ચેપ્ટરના અનુભવ કરવાની તક મળી. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે હાલના સમયે અમને બધાને થોડી પ્રાઇવસી જોઈએ.
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ રમ્યા પછી સ્વદેશ પરત ફર્યો હતો. વિરાટે અનુષ્કાની સંભાળ રાખવા માટે પેટરનિટી લીવ લીધી છે. વિરાટે 27 ઓગસ્ટે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે જાન્યુઆરીમાં માતા-પિતા બનવાના છે. આખરે આ દિવસ આવી ગયો છે. વિરાટ અને અનુષ્કાના લગ્ન 2017માં ઇટાલીમાં થયા હતા.
વિરાટ અને અનુષ્કાની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ શેર કરી છે.
વિરાટ અને અનુષ્કાના ઘરે પુત્રીના જન્મ પછી આ કપલને અભિનંદન મળી રહ્યા છે. વિરાટના સાથી ખેલાડી અને બોલિવૂડ સેલેબ્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ક્રિકેટર આર અશ્વિને કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવ્યા છે. શિખર ધવને પણ કોહલીને પિતા બનવા પર શુભકામના પાઠવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર