Home /News /sport /આને કહેવાય ટીમ સ્પિરિટ! ફાસ્ટ બોલર્સને આરામ મળે એ માટે વિરાટ-રોહિત અને દ્રવિડે છોડયો બિઝનેસ ક્લાસ

આને કહેવાય ટીમ સ્પિરિટ! ફાસ્ટ બોલર્સને આરામ મળે એ માટે વિરાટ-રોહિત અને દ્રવિડે છોડયો બિઝનેસ ક્લાસ

ટીમ ઈન્ડિયાનો જુસ્સો

T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં વર્લ્ડકપમાં જે જુસ્સો જોવા મળી રહ્યો છે તે અલગ જ કક્ષાનો છે. એવામાં એક એવા સમાચાર આવ્યા છે જેણે ચાહકોના દિલ જીતી લીધા છે.

  T20 World Cup 2022: પગમાં અને પીઠનો દુખાવો એથ્લીટ માટે સ્પર્ધા પૂર્વેનો સૌથી મોટો દુશ્મન સાબિત થાય છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) તેના પેસ બોલરોને આરામ મળી રહે તે માટે વધારાનો માઇલ સેટ કર્યો છે. ટી-20 વિશ્વકપ (T20 World Cup)માં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid), બૅટિંગ સુપરસ્ટાર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ ઑસ્ટ્રેલિયાની હવાઈ મુસાફરીમાં મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડયા માટે તેમની નિર્ધારિત બિઝનેસ ક્લાસની સીટ છોડી દીધી છે, જેથી તેમને પૂરતો લેગરૂમ મળી રહે. આનાથી તેમને આરામ કરવામાં અને રમતો વચ્ચે રીકવર થવામાં મદદ મળી શકે છે.

  ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના એક સભ્યએ ગુરુવારે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ માટે એડિલેડ પહોંચ્યા બાદ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "ટૂર્નામેન્ટ પહેલાં અમે નક્કી કર્યું હતું કે પેસ બોલરો મેદાનના દિવસે આખા દિવસ દરમિયાન મહત્તમ માઇલેજ મેળવી શકે તે માટે તેઓએ તેમના પગ સ્ટ્રેચ કરવાની જરૂર રહે છે." ટીમે રવિવારે ઝિમ્બાબ્વે સામેની જીત સાથે તેની લીગ પૂરી કરી હતી. તે 5 મેચોમાં 8 પોઇન્ટ સાથે પૂર્ણ થયો હતો. જે ગ્રૂપ 2માં ટોચ પર છે.

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નિતીનિયમો અનુસાર, દરેક ટીમને બિઝનેસ ક્લાસની ચાર સીટ મળે છે. મોટાભાગની ટીમો તેમના કોચ, કેપ્ટન, વાઈસ કેપ્ટન અને મેનેજરને આમાં ફ્લાઈંગના ખાસ અધિકાર આપે છે. પરંતુ એક વખત જ્યારે ભારતીય થિંકટેન્કને ખબર પડી કે તેમને દર ત્રીજા કે ચોથા દિવસે મુસાફરી કરવાની જરૂર છે, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે આ પ્રવાસ દરમિયાન સખત મહેનત કરનારા પેસરોને શ્રેષ્ઠ સીટ મળી રહેશે.

  ભારત પોતાનું કેમ્પેન પૂરું કરે ત્યાં સુધીમાં તો ટીમે આ વર્લ્ડ ટી-20ની સફરમાં લગભગ 34,000 કિ.મીનો પ્રવાસ ખેડ્યો હશે. તેઓએ ત્રણ ટાઇમ ઝોનનો પણ અનુભવ કર્યો હશે અને વિવિધ રીતે ગરમી, પવન અથવા ઠંડી હોય તેવા સ્થળોએ રમ્યા હશે. સતત બદલાતી આ પરિસ્થિતિમાં પેસરોને ઈજા થવાનું જોખમ રહે છે. ભારતીય ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ અગાઉ પણ વાત કરી છે કે કેવી રીતે તેઓએ ખેલાડીઓ મેચ માટે તૈયાર છે તેની ખાતરી કરવામાં કોઈ કસર છોડી ન હતી.

  આ પણ વાંચો: કોહલી બન્યો ઓક્ટોબર મહિનાનો કિંગ! પ્લેયર ઓફ ધ મન્થ બનીને વિવેચકોને આપ્યો જડબાતોડ જવાબ

  મ્હામ્બ્રેએ કહ્યું હતું કે,"અમે આયોજનની દ્રષ્ટિએ બધું જ વિચાર્યું છે, અમે તેના વિશે કેવી રીતે આગળ વધવા માંગીએ છીએ અને અહીંથી અમે જે પણ સેશન છોડી દીધું છે તે ઓપ્શનલ છે, તેથી જાળવણીની દ્રષ્ટિએ, ફિઝિયોથેરાપીની દ્રષ્ટિએ, તેમની સંભાળ લેવાની દ્રષ્ટિએ, દરેક રમતમાં જતા શેપમાં તેમને રાખવા મહત્વપૂર્ણ છે અને હા, અમે તેની પણ કાળજી લઈ રહ્યા છીએ."  વ્યસ્ત શેડ્યૂલના કારણે ટીમ તેના વર્લ્ડ કપના ઓપનરમાં પાકિસ્તાન સામેની રોમાંચક જીતની ઉજવણી પણ કરી શકી ન હતી, કારણ કે બીજે દિવસે સવારે ફ્લાઇટ હતી. દરેક રમત બાદ ખેલાડીઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાનો સામાન પેક કરીને તેમના રૂમની બહાર મૂકી દે જેથી તેને વહેલી તકે એરપોર્ટ પર લઈ જઈ શકાય. ઘણા ખેલાડીઓ ઊંઘ પણ પૂરી કરી શક્યા નથી. ફિઝિયો અને ટ્રેનર્સ પેસર્સ અને સ્પિનરો પર નજીકથી નજર રાખી રહ્યા છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે મુસાફરીનો થાક તેમને નડે નહીં અને તેમને પૂરતી ઊંઘ અને રિકવરી મળે. જો ખેલાડીઓને લાગે કે તેમને આરામની જરૂર છે, તો તેઓને પ્રેક્ટિસ માટે ન આવવાની છૂટ આપવામાં આવી છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Cricket News Gujarati, T20 worldcup 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन