Home /News /sport /IND vs SL: વિરાટ કોહલીનું 100મી ટેસ્ટ પહેલાં સન્માન, મેદાન પર અનુષ્કની હાજરીથી ટ્વીટરમાં ધમાચકડી

IND vs SL: વિરાટ કોહલીનું 100મી ટેસ્ટ પહેલાં સન્માન, મેદાન પર અનુષ્કની હાજરીથી ટ્વીટરમાં ધમાચકડી

વિરાટ કોહલીનું 100મી ટેસ્ટ પહેલાં સન્માન કરવામાં આવ્યું, કાર્યક્રમમાં મોહાલી મેદાન પર અનુષ્કા હાજર રહી

Virat Kohli's 100th Test: વિરાટ કોહલીની 100મી ટેસ્ટ, આજથી મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેેલી ટેસ્ટ સીરિઝ પહેલાં વિરાટ કોહલીનું 100મી ટેસ્ટ મેચ રમવા બદલ સન્માન કરવમાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેદાન પર પત્ની અનુષ્કા શર્મા હાજર રહી હતી.

વધુ જુઓ ...
  ભારત માટે પહેલી વખત ટેસ્ટ રમતી સમયે મેદાને ઉતરેલા વિરાટ કોહલી (Virat Kohli)એ કદાચ વિચાર્યુ પણ નહીં હોય કે તે દેશ માટે 100 ટેસ્ટ (100th Test Match) રમશે. ભારતીય બેટિંગ સુપરસ્ટાર (Indian Batting Superstar) વિરાટ કોહલીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી ટેસ્ટ પહેલા શુક્રવારે સવારે BCCI દ્વારા સન્માનિત (felicitated by the BCCI ) કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના 200 ટેસ્ટ રમવાના ઓલ-ટાઇમ રેકોર્ડ સાથે વિરાટ કોહલી ક્રિકેટના ઇતિહાસમાં ટેસ્ટમાં સૌથી વધુ સદી પૂરી કરનાર 12મો ભારતીય ખેલાડી બન્યો છે.

  ઉલ્લેખનીય છે કે, 33 વર્ષીય કોહલીને ભારતના બેટિંગ લિજેન્ડ અને વર્તમાન ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા વિશેષ કેપ આપવામાં આવી હતી. જેમણે તેને ‘વેલ અર્ન્ડ’ ગણાવી હતી. આ તકે વિરાટે કહ્યું કે, “મને ઘણું મળ્યું છે અને આશા છે કે આ આવનાર ઘણી વસ્તુઓની શરૂઆત છે. જેમ કે આપણે હંમેશા ડ્રેસિંગ રૂમમાં કહી છીએ, હંમેશા બમણું કરો.”

  વિરાટ કોહલીના આ સન્માન સમારોહમાં બોલિવૂડ એક્ટ્રેસ અને વિરાટની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ હાજર રહી હતી. પરંતુ અનુષ્કા શર્માની હાજરીથી ટ્વિટર (Twitter)માં યુઝર્સ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. અમુક લોકો અનુષ્કાની હાજરી પર સવાલો કરી રહ્યા છે, તો અમુક યુઝર્સ તેનો સાથ આપી રહ્યા છે.

  બે ફાટામાં વહેંચાયું ટ્વિટર

  સેરેમની બાદ કપલે મીડિયાને ફોટોઝ માટે પોઝ આપ્યા હતા. જે વાયરલ થતા જ સોશ્યલ મીડિયાનો માહોલ પણ ગરમ થઇ ગયો હતો. અનુષ્કાએ સુંદર વ્હાઇટ રફલ્ડ ટોપ પહેર્યુ હતું. જોકે, વિરાટની સન્માન સમારોહમાં અનુષ્કાની ઉપસ્થિતિથી અમુક યુઝર્સ નારાજ થતા જોવા મળી રહ્યા છે.  એક યુઝરે ટ્વિટ કર્યું કે, “કોઇ મને જણાવશે અનુષ્કા શર્મા શા માટે ગ્રાઉન્ડ પર છે?” તો અન્ય એક યુઝરે સવાલ કર્યો કે, “ફિલ્ડ પર અનુષ્કા શર્મા શું કરી રહી છે. શું નિયમ પ્રમાણે આ યોગ્ય છે?”

  જોકે, અમુક યુઝર્સે અનુષ્કાનો બચાવ પણ કર્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે, “વિરાટ માટે આ ખૂબ સન્માનની વાત છે અને તેથી સ્વાભાવિક છે કે તેણે તેના પરીવારને સાથે રાખ્યો છે.” અન્ય યુઝર કમેન્ટ કરે છે કે, “અનુષ્કા શર્મા વિરાટ કોહલીની સૌથી નસીબદાર ફેન છે.”

  કોહલીએ ગણાવી ખાસ ક્ષણ

  આ દરમિયાન કોહલીએ આ ક્ષણને તેના માટે 'ખાસ ક્ષણ' ગણાવી હતી અને કહ્યું હતુ કે, આગામી પેઢી માટે એક પ્રેરણા એ છે કે, ત્રણ ફોર્મેટ હોવા છતાં તે 100 ટેસ્ટ રમી શક્યો છે. કોહલીએ જણાવ્યું કે, “આ મારા માટે ખૂબ ખાસ ક્ષણ છે. મારી પત્ની અહીં છે અને મારો ભાઇ પણ છે. બધા લોકો ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. ક્રિકેટ ટીમની રમત છે અને તે તમારા વગર શક્ય ન હોત. બીસીસીઆઈનો પણ આભાર. હાલના ક્રિકેટમાં આપણે ત્રણ ફોર્મેટ અને એક આઈપીએલ સાથે જેટલા પ્રમાણમાં રમીએ છીએ, તે જોતાં આવનારી પેઢી મારી પાસેથી એક વાત શીખી શકે છે કે હું સૌથી શુદ્ધ ફોર્મેટમાં 100 મેચ રમ્યો છું.”
  Published by:Jay Mishra
  First published:

  Tags: India vs Sri Lanka, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन