વિરાટ કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, આઈસીસીએ દશકનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો

વિરાટ કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, આઈસીસીએ દશકનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો

વિરાટ કોહલીએ છેલ્લા 10 વર્ષમાં ટેસ્ટ, ટી20 અને વન-ડેમાં 56.97ની એવરેજથી 20,396 રન બનાવ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) આઈસીસીએ દશકના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર (ICC Male Cricketer of the Decade)અને દશકના સર્વશ્રેષ્ઠ વન-ડે પુરુષ ક્રિકેટર (ICC Mens ODI Cricketer of the Decade)તરીકે પસંદગી કરી છે. આઈસીસીએ (ICC) ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટિવ સ્મિથને દશકનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પુરુષ ક્રિકેટર અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનની દશકના સર્વશ્રેષ્ઠ ટી-20 પુરુષ ક્રિકેટર તરીકે પસંદગી કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એક ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ધોનીને દશકનો સ્પિરીટ ઓફ ક્રિકેટનો એવોર્ડ મળ્યો છે.

    છેલ્લા 10 વર્ષમાં કોહલીએ બનાવ્યા 20 હજારથી વધારે રન

    વિરાટ કોહલીએ છેલ્લા 10 વર્ષમાં ટેસ્ટ, ટી20 અને વન-ડેમાં 56.97ની એવરેજથી 20,396 રન બનાવ્યા છે. તેણે આ દશકમાં 66 સદી અને 94 અડધી સદી ફટકારી છે. કોહલી આ દશકમાં વન-ડેમાં 10 હજારથી વધારે રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ રન તેણે 61.83ની એવરેજથી બનાવ્યા છે. છેલ્લા 10 વર્ષોમાં તેણે વન-ડેમાં 39 સદી અને 48 અડધી સદી ફટકારી છે.


    આઈસીસીએ જાહેર કરેલી દશકની ટેસ્ટ ટીમ - એલિસ્ટર કૂક, ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટિવ સ્મિથ, કુમાર સંગાકારા (વિકેટકીપર), બેન સ્ટોક્સ, આર અશ્વિન, ડેલ સ્ટેઇન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.

    આ પણ વાંચો - IND VS AUS: ઓસ્ટ્રેલિયાની આ સુંદર એન્કર ભારત આવીને ખાવા માંગે છે છોલે-ભટોરે!

    આઈસીસીએ જાહેર કરેલી દશકની વન-ડે ટીમ - રોહિત શર્મા, ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, શાકિબ અલ હસન, એમએસ ધોની (કેપ્ટન), બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, ઇમરાન તાહિર, લસિથ મલિંગા.

    આઈસીસીએ જાહેર કરેલી દશકની ટી-20 ટીમ - રોહિત શર્મા, ક્રિસ ગેઈલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, એમએસ ધોની (કેપ્ટન), કિરોન પોલાર્ડ, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા.
    Published by:Ashish Goyal
    First published: