Home /News /sport /T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેશે વિરાટ કોહલી, દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી સનસની

T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેશે વિરાટ કોહલી, દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી સનસની

એશિયા કપ 2022માં વિરાટ કોહલી (Virat Kohli in Asia Cup 2022)નું બેટિંગ ઘણું સારું રહ્યું હતું. ચારે તરફ વિરાટની વાહવાહી વચ્ચે એક નિવેદન સામે આવ્યું છે, જેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એશિયા કપ 2022માં વિરાટ કોહલી (Virat Kohli in Asia Cup 2022)નું બેટિંગ ઘણું સારું રહ્યું હતું. ચારે તરફ વિરાટની વાહવાહી વચ્ચે એક નિવેદન સામે આવ્યું છે, જેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એશિયા કપ 2022 (Asia Cup 2022) ટીમ ઇન્ડિયાના ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) માટે ખૂબ જ સફળ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટ પહેલા તે ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેના ફેન્સ પણ ખૂબ નારાજ હતા. પરંતુ એશિયા કપ 2022માં વિરાટ કોહલી (Virat Kohli in Asia Cup 2022)નું બેટિંગ ઘણું સારું રહ્યું હતું. ચારે તરફ વિરાટની વાહવાહી વચ્ચે એક નિવેદન સામે આવ્યું છે, જેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ નિવેદન વિરાટ કોહલીના ક્રિકેટમાંથી સંન્યાસ (Virat Kohli announced retirement from T20) લેવા પર છે.

વિરાટ ટી20માંથી લેશે સંન્યાસ!


વિરાટ કોહલીએ હાલમાં જ પોતાના ફોર્મમાં પરત ફર્યો છે. એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં પણ તેણે પ્રથમ ટી-20 સદી ફટકારી હતી. આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)નું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. શોએબ અખ્તરનું માનવું છે કે વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. આ નિવેદનથી ક્રિકેટના ફેન્સમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

શું કહ્યું શોએબ અખ્તરે


પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે લાઈવ સેશન દરમિયાન વિરાટ કોહલીના ક્રિકેટમાંથી સંન્યાસ પર કહ્યું, "વિરાટ કોહલી કદાચ ટી20 વર્લ્ડ કપ 2022 બાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લેશે. તે આવું એટલા માટે કરી શકે છે કે જેથી તે ક્રિકેટના અન્ય ફોર્મેટમાં પણ તે પોતાના પર્ફોમન્સને અને પોતાને જાળવી શકે. જો હું તેમની જગ્યાએ હોત તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવો જ નિર્ણય લેત.” શોએબ અખ્તરનું માનવું છે કે આ ફોર્મેટ છોડી દેશે તો વિરાટ વધુ સમય સુધી ક્રિકેટ રમી શકશે.

આ પણ વાંચોઃ-પાકિસ્તાની અંપાયર અસદ રઉફનું નિધન, શોકમાં ડૂબ્યું ક્રિકેટ જગત


શાહિદ આફ્રિદીએ આપી સલાહ


હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ કોહલીને સંન્યાસ લેવાની સલાહ આપી હતી. શાહિદ આફ્રિદીએ એક પાકિસ્તાની ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "વિરાટ કોહલીએ તેની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. તેણે પોતાનું નામ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. તે ચેમ્પિયન ખેલાડી છે. પરંતુ એક સમય એવો પણ આવે છે કે જ્યારે તમે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા હોય અને આવી સ્થિતિમાં જ્યારે તમે તમારી કારકિર્દીની ટોચ પર હોવ ત્યારે તમારે નિવૃત્તિ જાહેર કરવી જોઈએ.

આ પણ વાંચોઃ-BCCIના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે સૌરવ ગાંગુલી, સુપ્રીમ કોર્ટે સંવિધાન સંશોધનની મંજૂરી આપી


કોહલીનું શાનદાર ટી20 કરિયર


વિરાટ કોહલીએ અત્યાર સુધી 104 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 51.94ની એવરેજથી 3584 રન બનાવ્યા છે. કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલમાં 32 અડધી સદી અને એક સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ પણ 138.37 રહ્યો છે. આ ઉપરાંત, એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ 5 મેચ રમી હતી અને 92 ની સરેરાશથી 276 રન બનાવ્યા હતા. જેમાં કોહલીએ અફઘાનિસ્તાન સામે 122 રનની ઈનિંગ રમી હતી.
Published by:ankit patel
First published:

Tags: Captain virat kohli, Cricket News Gujarati, Sports news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन