વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ છતાંય ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. પીએમ મોદીએ હાલમાં જ વિભિન્ન ક્ષેત્રોમાં શિખર પર બિરાજમાન લોકોને અપીલ કરી હતી કે તેઓ લોકોને મતદાન કરવા માટે આગ્રહ કરે. તેમાં ભારતના ત્રણેય ફોર્મેટના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ સામેલ હતું.
મૂળે, વિરાટ કોહલીએ પોતાના મુંબઈના સરનામા પર વોટર કાર્ડ બનાવવા તમામ પ્રયાસ કર્યા. પરંતુ વોટિંગ લિસ્ટમાં તેમનું ન આવી શક્યું. ચૂંટણી પંચ મુજબ, તેમની ટીમે અનેક ફોન કર્યા અને તેમનું નામ વોટિંગ લિસ્ટમાં નોંધવા માટે અનેક પ્રયાસ કર્યા. પરંતુ સમય મર્યાદા ખતમ થઈ જવાના કારણે તેમનું નામ મુંબઈના સરનામાના વોટિંગ લિસ્ટમાં ન નોંધાઈ શક્યું. આ કારણે વિરાટ કોહલી આ વખતે લોકસભા ચૂંટણીમાં પોતાનો વોટ નહીં આપી શકે.
Dear @msdhoni, @imVkohli and @ImRo45,
You are always setting outstanding records on the cricketing field but this time, do inspire the 130 crore people of India to set a new record of high voter turnout in the upcoming elections.
When this happens, democracy will be the winner!
— Chowkidar Narendra Modi (@narendramodi) March 13, 2019
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વિરાટ કોહલીને વોટ આપવા માટે કહ્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ કોહલી મુંબઈમાં વોટિંગ કરવા માંગે છે, જ્યાં તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વોટિંગ કરશે. મુંબઈમાં સોમવાર, 29 એપ્રિલના રોજ વોટિંગ થવાનું છે, જેમાં વિરાટ કોહલી હિસ્સો નહીં લઈ શકે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર