મેદાન પર આગ વરસાવનાર વિરાટ બની જશે મીણનો કોહલી

 • Share this:
  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો બલ્લો હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. બેટ્સમેનના રૂપમાં કોહલીની તુલના સચિન તેંડૂલકર સાથે કરવામાં આવી રહી છે. હવે ટૂંક સમયમાં જ કોહલી મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સચિન પાસે ઉભેલા નજરે પડશે.

  દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સચિન તેંડૂલકર, કપિલ દેવ અને ફુટહોલ લિયોનેલ મેસ્સીની સાથે સાથે કોહલીનો મીણનો પૂતળો પણ નજરે પડશે.

  મેડમ તુસાદના નિષ્ણાતોની ટીમે કોહલીના પૂતળો બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની ટીમે કોહલીના પુતળાની જીણવટભરી નાપ-તોલ માટે લગભગ 200 માપ લીધા છે.

  મેડમ તુસાદ દિલ્હીમાં પોતાના પુતળો લગાવવાની વાતથી ઉત્સાહિત કોહલીએ કહ્યું, મેડમ તુસાદમાં દિગ્ગજો સાથે મને સામેલ કરવો ખુબ જ સમ્માનની વાત છે. હું તે માટે તેમનો આભારી છું. મને એવી યાદો મળી રહી છે, જે મારા સાથે આજીવન રહેશે.

  12 વર્ષ પહેલા ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ડેબ્યૂથી અંડર 19 વિશ્વકપમાં જીત અને ભારતીય ટીમના કેપ્ટન બનવાની યાત્રા કોહલી માટે શાનદાર રહી. તેમને અર્જુન પુરસ્કાર, આઈસીસી વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર અને બીસીસીઆઈના સર્વશ્રેષ્ઠ ઈન્ટરનેશનલ ક્રિકેટરના ત્રણ પુરસ્કાર મળી ચૂક્યાં છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

  વર્તમાન સમયમાં કોહલી સુપર ફોર્મમાં છે. હાલમાં જ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર કોહલીના બેટમાંથી ધોધમાર વરસાદની જેમ રન વરસ્યા હતા.
  Published by:Mujahid Tunvar
  First published: