વિરાટ કોહલી થઈ ગયો હતો ડિપ્રેશનનો શિકાર, ભારતીય કેપ્ટનનું દર્દ આવ્યું સામે

વિરાટ કોહલી થઈ ગયો હતો ડિપ્રેશનનો શિકાર, ભારતીય કેપ્ટનનું દર્દ આવ્યું સામે
વિરાટ કોહલી

કોહલીના મતે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને નજરઅંદાજ કરી શકાય નહીં કારણ કે તેનાથી કોઈ ખેલાડીની કારકિર્દી બર્બાદ થઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli Depression) ખુલાસો કર્યો છે કે 2014માં ઇંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન દરમિયાન તે ડિપ્રેશનમાં પસાર થઈ રહ્યો હતો. સતત અસફળતાઓ પછી તેને લાગી રહ્યું હતું કે તે દુનિયામાં એકલો માણસ છે. ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માર્ક નિકોલ્સ સાથેની વાતચીતમાં કોહલીએ સ્વીકાર કર્યો કે તે પ્રવાસ દરમિયાન પોતાની કારકિર્દીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે ક્યારેય ડિપ્રેશનમાં રહ્યા છે તો તેણે સ્વીકાર કર્યો. વિરાટે કહ્યું કે હા, મારી સાથે પણ આવું થયું હતું. એ વિચારીને સારું લાગતું ન હતું કે તમે રન બનાવી રહ્યા નથી અને મને લાગે છે કે બધા બેટ્સમેનોને કોઈ પ્રવાસમાં આવું થાય છે તમારું કોઈ ચીજ પર નિયંત્રણ રહેતું નથી.

    કોહલી માટે 2014નો ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ મેચની 10 ઇનિંગ્સમાં ફક્ત 13.50ની એવરેજથી રન બનાવ્યા હતા. કોહલીનો સ્કોર 1, 8, 25, 0, 39, 28, 0,7, 6 અને 20 રન હતો. આ પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 692 રન બનાવીને શાનદાર વાપસી કરી હતી.



    આ પણ વાંચો - IPL 2021 Auction: ભાવનગરના ટેમ્પો ચાલકના પુત્ર ચેતન સાકરિયાને Rajasthan Royalsએ 1.2 કરોડમાં ખરીદ્યો

    એકલો અનુભવી રહ્યો હતો કોહલી

    ઇંગ્લેન્ડ પ્રવાસ વિશે કોહલીએ કહ્યું કે તમને ખબર હોતી નથી કે તેને કેવી રીતે પાર પાડવું છે. આ એવો સમય હોય છે જ્યારે તમે ચીજોને બદલવા કશું કરી શકતા નથી. મને એવો અનુભવ થતો હતો કે દુનિયામાં હું એકલો માણસ છું. કોહલીએ કહ્યું કે તેના જીવનમાં તેનો સાથ આપનાર લોકો હતા પણ તે એકલો અનુભવી રહ્યો હતો.

    કોહલીએ કહ્યું કે અંગત રીતે મારા માટે આ નવો ખુલાસો હતો કે તમે મોટા સમૂહનો ભાગ હોવા છતા એકલો અનુભવો છો. જોકે હું એ નહીં કહું કે મારી સાથે વાત કરવા માટે કોઈ ન હતું પણ વાત કરવા માટે કોઈ પ્રોફેશનલ ન હતું. જે સમજી શકે કે હું કેવી સમસ્યાથી પરેશાન થઈ રહ્યો છું.

    કોહલીના મતે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને નજરઅંદાજ કરી શકાય નહીં કારણ કે તેનાથી કોઈ ખેલાડીની કારકિર્દી બર્બાદ થઈ શકે છે. કોહલીએ કહ્યું કે એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેની પાસે કોઈપણ સમયે જઈને તમે કહીં શકો કે હું આવું અનુભવી રહ્યો છું.
    Published by:Ashish Goyal
    First published:February 19, 2021, 16:06 pm

    ટૉપ ન્યૂઝ