કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પત્નીઓને સાથે રાખવાને લઈને કરી આવી માંગણી

News18 Gujarati
Updated: October 7, 2018, 3:15 PM IST
કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પત્નીઓને સાથે રાખવાને લઈને કરી આવી માંગણી
અનુષ્કા-વિરાટ

બીસીસીઆઈના હાલના નિયમ પ્રમાણે વિદેશ પ્રવાસ દરમિયાન બે અઠવાડિયા સુધી પત્ની કે ગર્લફ્રેન્ડ ક્રિકેટર સાથે રહી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને 272 રનથી હાર આપી હતી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કેપ્ટન કોહલીએ આઇસીસીના એક નિયમ પર સવાલ ઉઠાવ્યો છે. સાથે જ વિરાટ કોહલીએ એવી પણ માંગણી કરી છે કે વિદેશ પ્રવાસ દરમિયાન બે અઠવાડિયાના બદલે આખા પ્રવાસ દરમિયાન પત્નીને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. જોકે, આ મામલે બીસીસીઆઈ તરફથી હાલ પુરતી મનાઈ ફરમાવી દેવામાં આવી છે. બીસીસીઆઈના હાલના નિયમ પ્રમાણે વિદેશ પ્રવાસ દરમિયાન બે અઠવાડિયા સુધી પત્ની કે ગર્લફ્રેન્ડ ક્રિકેટર સાથે રહી શકે છે.

આ નિયમ બદલવા માંગે છે કોહલી

આઇસીસીના નિયમ પ્રમાણે ખેલાડીઓ પાણી પીવા માટે ફક્ત વિકેટ પડ્યા બાદ અથવા ઓવરો પૂરી થયા બાદ જ બ્રેક લઈ શકે છે. એવામાં કોહલીએ ગરમીની સિઝનમાં આ નિયમમાં થોડી રાહત આપવાની માંગણી કરી છે.

30 સપ્ટેમ્બરના રોજથી લાગૂ થયેલા આઇસીસીના નવા નિયમ પ્રમાણે વોટર બ્રેક ફક્ત વિકેટ પડ્યા બાદ અથવા ઓવર પછી જ લઈ શકાય છે. આ ઉપરાંત જો બ્રેક લેવો હોય તો અમ્પાયરના કહેવા પર જ લઈ શકાય છે. રાજકોટની મેચ દરમિયાન ગરમી ખૂબ વધારે હતી, તેમજ તાપમાન 40 ડિગ્રી આપસાસ રહ્યું હતું. બંને ટીમના ખેલાડીઓ વારેવારે ડ્રિંક માંગી રહ્યા હતા અને આ દરમિયાન અમ્પાયર તેમના પર નજર રાખી રહ્યા હતા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે કોહલીએ કહ્યું કે, "નવા નિયમ પ્રમાણે અમને વધારે વખત પાણી પીવાથી રોકવામાં આવ્યા હતા. આ જ કારણે અમ્પાયર પણ અમને પાણી પીવાનો બ્રેક આપી રહ્યા ન હતા. આ નિયમનો અમલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ."

જોકે, આ નિયમને કારણે ઓવર રેટમાં સુધારો જરૂર થયો છે. કોહલીએ કહ્યું કે, "નિયમમાં પરિવર્તનને કારણે ખેલાડીઓએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેટિંગ અને મેદાન પર રહેવા દરમિયાન 40-45 મિટિટ સુધી પાણી વગર મેદાન પર રહેવી મુશ્કેલ કામ છે. મને આશા છે કે આના પર ધ્યાન આપવામાં આવશે."નોંધનીય છે કે ગરમી દરમિયાન ચેતેશ્વાર પૂજારા પોતાના ખિસ્સામાં નાની બોટલ રાખીને રમ્યો હતો. આ જ કારણે ટીમ ઇન્ડિયા વધારાને બેટ્સમેનને બદલો પાંચ બોલર સાથે રમી હતી. કોહલીનું કહેવું છે કે, "ચાર બોલરો ગરમીને કારણે પરેશાન થઈ ગયા હોત, આ માટે તેમને થોડો બ્રેક આપવો જરૂરી હતો. આ જ કારણે અમે પાંચ બોલર સાથે રમ્યા હતા."
First published: October 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading