Home /News /sport /

તમારો દીકરો કેવી રીતે બની શકે વિરાટ, કેપ્ટન કોહલીએ બતાવ્યું સિક્રેટ

તમારો દીકરો કેવી રીતે બની શકે વિરાટ, કેપ્ટન કોહલીએ બતાવ્યું સિક્રેટ

    ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહ્યાં છે. તેનું શું મહત્વ છે તેના વિશે પણ તેવો ઘણી વખત બતાવી ચૂક્યા છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે વર્ષોથી કોહલીએ બટન ચિકન અને મસાલેદાર જમવાનો ટેસ્ટ નથી લીધો. હવે એક નવા ઈન્ટરવ્યૂમાં કોહલીએ ફરી એકવાર ફિટનેસની ભૂમિકાને હાઈલાઈટ કરી છે.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેને કહ્યું કે, મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે લોકોએ શારીરિક કામ કરવાનું છોડી દીધું છે. તેમને કહ્યું કે જો હું ક્રિકેટર ન પણ હોત, તો પણ હું મારા ફિટનેસ પર ધ્યાન આપતો હોત.

    કોહલી,'ટેકનીક અને સોશિયલ મીડિયા મદદગાર થઈ રહ્યાં હોવાથી શરીરને ઘણું નુકસાન થઈ રહ્યું છે. લોકોએ વાતને ભૂલવા લાગ્યા છે કે તેના માટે જરૂરી શું છે. અને તેમના માનસિક અને શારીરિક વિકાસ માટે શું જરૂરી છે. બાળકોની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. એક દિનચર્યા બનાવી જોઈએ કે બાળક ક્યારે સોશિયલ મીડિયા પર જાય, ક્યારે વીડિયો ગેમ રમે અને તે ક્યારે પોતાનું હોમવર્ક કરે.'

    આઈપીએલમાં આરસીબીના કેપ્ટન કોહલીએ કહ્યું કે તેઓ જેમ જેમ તે ફિટ થવા લાગ્યા તેમ તેમ તેના વિચારમાં સુધારો થયો, તેમનું ફોકસ, દ્રઢ નિશ્ચયને લઈને તેમનામાં બદલાવ આવ્યો. ફિટ હોવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે.

    ઈન્ટરવ્યૂમાં કોહલીએ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ અનુભવ વિશે જણાવ્યું કે જે દિવસે સિલેક્શન કમિટીની બેઠક હતી. તે દિવસે તે તેની માતા સાથે બેઠો હતો. અને ન્યૂઝ જોઈ રહ્યો હતો. તેમના ટીવી પર તેનું નામ ફ્લેશ થયું પરંતુ તેમને એવુ વિચાર્યું કે ચેનલ વાળા કદાચ અફવા ફેલાવે છે. 5 મિનિટ બાદ બોર્ડમાંથી આવ્યું તે બાદ તેને વિશ્વાસ આવ્યો. જે બાદ તે ધ્રુજી રહ્યો હતો. ટીમની મીટિંગમાં તેને સ્પીચ આપવાનું કહેવામાં આવ્યું. આટલા મહાન ખેલાડીઓ વચ્ચેનો આ અનુભવ પોતાને હચમચાવી રહ્યો હતો. કારણ કે બધા જ લોકો તેને જોઈ રહ્યાં હતા. અને હવે તે નવા ખેલાડીઓની સાથે પણ આવું કરે છે અને તેને નર્વસ પણ કરે છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Virat kohali

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन