Home /News /sport /IPL 2021: વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય
IPL 2021: વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય
વિરાટ કોહલી Virat Kohli) વિરાટ કોહલીને રૂપિયા 15 કરોડમા આરસીબીએ રિટેન કર્યો છે. જોકે, તે ટીમમાં કેપ્ટન નથી. કોહલી હજુ પણ સૌથી મોંધો ખેલાડી છે. પાછલી સિઝનમાં કોહલી 17 કરોડમાં રિટેન થયો હતો જ્યારે આ વખતે 2 કરોડનું નુકસાન થયું છે. આ વખતે ગ્લેન મેક્સવેલ 14.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો જ્યારે તેને આ વખતે 11 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે જ્યારે સિરજને 2.6 કરોડની જગ્યાએ 7 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.
2021 ટી-20 વિશ્વ કપ બાદ ટી20 ઈન્ટરનેશનમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરનાર વિરાટ કોહલી (virat Kohli) એ આજે એક વધુ મોટો નિર્ણય કર્યો છે. કોહલીએ જાહેરાત કરી કે તે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021 (IPL 2021)ના બીજા તબક્કા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(RCB)ની કેપ્ટનશીપ છોડી દેશે.
નવી દિલ્હી: વિરાટ કોહલી(Virat Kohli)એ આઈપીએલ 2021 (IPL 2021) પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ છોડવાનો પણ નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ રવિવારે આ અંગેની પુષ્ટિ કરી હતી. અગાઉ તેણે ટી-20 વર્લ્ડ કપ (T-20 WC) બાદ ભારતની ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે IPL ની આ સિઝનમાં RCB નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. ટીમે 7 માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
આરસીબીએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે, આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને કહ્યું કે, કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે. મેં આ અંગે ટીમ મેનેજમેન્ટને પણ જાણ કરી છે. મારા મગજમાં આ વાત લાંબા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં મેં ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. જેથી હું કામનું ભારણ ઓછું કરી શકું.
Virat Kohli to step down from RCB captaincy after #IPL2021
“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold#WeAreChallengerspic.twitter.com/QSIdCT8QQM
કોહલીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી હું ઘણું ક્રિકેટ રમી રહ્યો હતો. હું મારી જાતને આરામ આપવા માંગતો હતો. તેથી જ મેં આ નિર્ણય લીધો છે. મેં આ RCB મેનેજમેન્ટને જણાવ્યુ છે કે, હું ટીમ સાથે જોડાઈશ. મારી ટીમ સાથે 9 વર્ષની યાદગાર યાત્રા રહી છે. હું આ ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલુ રાખીશ. તમામ ચાહકોનો આભાર. આ એક નાનકડો વિરામ છે. આ યાત્રા આગળ પણ ચાલુ રહેશે.
વિરાટ લીગની પ્રથમ સીઝન એટલે કે 2008 થી આરસીબી સાથે છે અને 2013માં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેમના નેતૃત્વમાં આરસીબી આજ સુધી આઈપીએલનો ખિતાબ જીતી શકી નથી. તેણે અત્યાર સુધી 199 મેચ રમી છે અને 37.97 ની એવરેજથી 6076 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 40 અડધી સદી છે. તેણે આ વીડિયોમાં આગળ કહ્યું કે, RCB પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. કારણ કે આગામી વર્ષે IPL ની મોટી હરાજી થવાની છે. મેં મેનેજમેન્ટને કહ્યું છે કે, હું આરસીબી સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર