વિન્ડીઝ સામે બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ ફિટ, ધવન આઉટ

News18 Gujarati
Updated: September 29, 2018, 11:11 PM IST
વિન્ડીઝ સામે બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ ફિટ, ધવન આઉટ
વિન્ડીઝ સામે બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત

વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ હૈદરાબાદમાં 12 ઓક્ટોબરથી રમાશે

  • Share this:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) શનિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીની ફિટનેસને લઈને ઉઠી રહેલા સવાલો ઉપર પણ વિરામ લાગી ગયું છે, કારણ કે તે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરશે.

એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટીમમાં યુવા ખેલાડી પૃથ્વી શો, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, રિષભ પંતને સ્થાન મળ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ હૈદરાબાદમાં 12 ઓક્ટોબરથી રમાશે.

ભારતીય ટેસ્ટ ટીમ - વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
First published: September 29, 2018, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading