Home /News /sport /કિંગ તોડી શકે છે ભગવાનનો રેકોર્ડ! ઝીમ્બાબ્વે સામેની મેચમાં રચાશે વિરાટ કીર્તિમાન
કિંગ તોડી શકે છે ભગવાનનો રેકોર્ડ! ઝીમ્બાબ્વે સામેની મેચમાં રચાશે વિરાટ કીર્તિમાન
વિરાટ કોહલી (ફાઇલ તસવીર)
T20 WORLD CUP: વિરાટ હાલમાં ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે તાજેતરમાં જ ICC T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલી હવે ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
VIRAT KOHLI TO BREAK SACHIN'S RECORD: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નિશાન પર હવે ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો રેકોર્ડ હોય એવું લાગે છે. વિરાટ હાલમાં ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે તાજેતરમાં જ ICC T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલી હવે ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
23 ઇનિંગ્સમાં સૌથી વધુ રન
T20 વર્લ્ડ કપમાં વિરાટના નામે 12 સદી છે. તો ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતીય ક્રિકેટર તરીકે સચિન તેંડુલકર તેના કરતા આગળ છે. આ યાદીમાં 34 વર્ષીય વિરાટથી આગળ શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર કુમાર સંગાકારા, મહેલા જયવર્દને અને ક્રિસ ગેલ છે. પોતાનો પાંચમો T20 વર્લ્ડ કપ રમી રહેલા વિરાટ કોહલીએ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 23 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવીને જયવર્દનેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
કોહલીએ જયવર્દનેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આ પહેલા મહેલા જયવર્દને 31 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં જયવર્દને કરતા ઓછા બોલ રમીને 1016 રન બનાવીને શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરને પાછળ છોડી દીધા હતા. T20 વર્લ્ડ કપનું આયોજન બે વર્ષમાં થાય છે જ્યારે ODI વર્લ્ડ કપ ચાર વર્ષમાં યોજાય છે. તો સાથે સાથે ટોચની આઠ ટીમો ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે. વિરાટ આ સમયે જે ફોર્મમાં છે તેને જોઈને કહી શકાય કે તે વર્તમાન વર્લ્ડ કપમાં સચિનનો રેકોર્ડ તોડી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો રવિવારે (6 નવેમ્બર) એટ્લે કે આવતીકાલે વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. વિરાટે અત્યાર સુધીમાં આ વર્લ્ડ કપમાં ત્રણ અડધી સદી ફટકારી છે.
સચિનના રેકોર્ડથી 96 રન દૂર
ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અત્યાર સુધીમાં ICC ટુર્નામેંટ્સમાં 2719 રન બનાવ્યા છે જ્યારે પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ 2624 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સચિન એક પણ ટી-20 વર્લ્ડકપ રમ્યા નથી પણ તેમણે 6 વન-ડે વર્લ્ડકપ રમ્યા છે અને દમદાર રન બનાવ્યા છે. આ ઝીમ્બાબ્વે સામેની મેચમાં જો કોહલી 96 રન બનાવશે તો તે સચિનનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ICC ટુર્નામેંટ્સમાં રન બનાવનાર ખેલાડી બની જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર