કોહલીને ન્યૂઝીલેન્ડ સામે અંતિમ બે વન-ડે અને ટી-20 શ્રેણીમાં આરામ અપાયો

News18 Gujarati
Updated: January 23, 2019, 7:09 PM IST
કોહલીને ન્યૂઝીલેન્ડ સામે અંતિમ બે વન-ડે અને ટી-20 શ્રેણીમાં આરામ અપાયો
કોહલીને ન્યૂઝીલેન્ડ સામે અંતિમ બે વન-ડે અને ટી-20 શ્રેણીમાં આરામ અપાયો

વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળશે

  • Share this:
બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વન-ડે શ્રેણીની અંતિમ બે મેચમાં આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પણ આરામ અપાયો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળશે. રોહિત વન-ડે અને ટી-20માં વાઇસ કેપ્ટન છે.

બીસીસીઆઈએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી કોહલી પર કામનું દબાણ જોતા ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિએ તેને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું શ્રેણી પહેલા આરામ આપવાનો નિર્ણય કર્યો છે. કોહલીના સ્થાને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં કોઈ અન્ય ખેલાડીનો સમાવેશ કરાશે નહીં.

આ પણ વાંચો - ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત આ કારણોસર મેચ અટકાવી, જાણો અજીબ કારણ

ભારતીય ખેલાડીનો જૂન-જુલાઇમાં રમાનાર વર્લ્ડકપ સુધી કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે. ન્યૂઝીલેન્ડ સામે વર્તમાન શ્રેણી સમાપ્ત થયા પછી ભારત 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં 5 વન-ડે રમશે. આ પછી તરત આઈપીએલ યોજાશે.

ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. બીજી વન-ડે 26 જાન્યુઆરીના રોજ રમાશે.
First published: January 23, 2019, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading