વિરાટ કોહલીએ પોતાની બ્રાન્ડ વેલ્યૂ પર ખતરાને જોતા ના છોડી વન-ડે ટીમની કેપ્ટનશિપ : રિપોર્ટ

બોર્ડે કોહલીના સ્થાને આગામી ટી-20 કેપ્ટનની પણ હજુ સુધી જાહેરાત કરી નથી

Virat Kohli T20I captaincy- વિરાટ કોહલીએ (Virat Kohli)ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) પછી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
    નવી દિલ્હી : વિરાટ કોહલીએ (Virat Kohli)ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) પછી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ (Virat Kohli T20I captaincy)છોડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે તેણે આ જાહેરાત સોશિયલ મીડિયા પર કરી ત્યારથી જ સતત તેના વિશે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. કેટલાક ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે તેની વન-ડે ટીમની કેપ્ટનશિપ પણ ખતરામાં છે. જો ભારત ટી-20 વર્લ્ડ કપ નહીં જીતે તો તેના પર નિર્ણય કરવામાં આવશે. આ સિવાય કેટલાક લોકોનો મત છે કે વિરાટ કોહલીએ સિમિત ઓવરોની કેપ્ટનશિપ પૂરી રીતે છોડી દેવી જોઈએ. એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે વિરાટે વન-ડે ટીમની કેપ્ટનશિપ એટલા માટે નથી છોડી કારણ કે તેને પોતાની બ્રાન્ડ વેલ્યૂને લઇને ખતરો જોવા મળી રહ્યો હતો.

    ‘ધ ટેલિગ્રાફ ઇન્ડિયા’ના રિપોર્ટ પ્રમાણે 32 વર્ષીય વિરાટ એક દિવસીય મેચમાં ટીમની કેપ્ટનશિપ એટલા માટે ચાલું રાખવા માંગે છે કારણ કે જો પૂરી રીતે સફેદ બોલમાં ક્રિકેટની કેપ્ટનશિપમાંથી હટી જવાથી તેને બ્રાન્ડ વેલ્યૂ પ્રભાવિત થશે. જોકે કેટલાક વિશેષજ્ઞોએ આ રીતની સંભાવનાઓને નકારી છે. તેમનું માનવું છે તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની બ્રાન્ડ વેલ્યૂ ક્યારેય પ્રભાવિત થઇ નથી. તે નિવૃત્તિ પછી પણ ઘણી મોટી કંપનીઓમાં બ્રાન્ડ એમ્બેસેડર છે.

    આ પણ વાંચો - Virat Kohli અને બીસીસીઆઈ વચ્ચે જંગ 6 મહિના પહેલા જ શરૂ થઇ ગયો હતો, રિઝલ્ટ હવે આવ્યું સામે

    ક્રિએટિવ કમ્યુનિકેશન્સના સંસ્થાપક અને પ્રબંધ નિર્દેશક નવરોજ ડી ઢોંડીએ કહ્યું કે સચિન તેંડુલકર સાથે આ વાત ક્યારેય આવી નથી, તેમના સમર્થનમાં ક્યારેક કમી આવી નથી, જ્યારે તેમણે કેપ્ટનશિપ છોડી ત્યારે પણ અને આ જ વાત વિરાટ કોહલી ઉપર પણ લાગુ થાય છે. જો તે વન-ડેની કેપ્ટનશિપ છોડી દે તો પણ વધારે પ્રભાવ પડવાનો નથી.

    આ દરમિયાન બીસીસીઆઈએ આખા મામલા પર ચુપ્પી સાધેલી છે અને આ મામલે કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ બંનેએ વિરાટ કોહલીને સૌથી નાના ફોર્મેટમાં એક કેપ્ટનના રૂપમાં તેના જોરદાર યોગદાન માટે ધન્યવાદ આપ્યા છે અને પ્રશંસા પણ કરી છે. રસપ્રદ વાત એ છે કે આ બંનેમાંથી કોઇએ વન-ડે અને ટેસ્ટ કેપ્ટનશિપ વિશે કશું કહ્યું નથી.

    આ સિવાય બોર્ડે કોહલીના સ્થાને આગામી ટી-20 કેપ્ટનની પણ હજુ સુધી જાહેરાત કરી નથી. પાંચ વખતના આઈપીએલ વિજેતા રોહિત શર્મા ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પ્રથમ પસંદ છે. કેએલ રાહુલ અને ઋષભ પંત પણ રેસમાં છે.
    Published by:Ashish Goyal
    First published: