Home /News /sport /VIRAT KOHLI VIDEO : પ્લેન આજ મૈ ઉડાઉંગા, ચાલુ મેચમાં આ શું બોલતા ઝડપાયો વિરાટ કોહલી, અમ્પાયરની પણ મસ્તી
VIRAT KOHLI VIDEO : પ્લેન આજ મૈ ઉડાઉંગા, ચાલુ મેચમાં આ શું બોલતા ઝડપાયો વિરાટ કોહલી, અમ્પાયરની પણ મસ્તી
virat kohli gill fun
VIRAT KOHLI STUMP MIC: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચમાં બ્રેક દરમિયાન કોહલીએ વિકેટ-કીપર કેએસ ભરત અને અન્ય નજીકના ફિલ્ડરો સાથે વાતચીત કરી હતી, જે હવે ટોક ઓફ ધ ટાઉન બની છે.
ભારતના સ્ટાર-સ્ફોટક અને અતરંગી મિજાજના ખેલાડી વિરાટ કોહલીના અંદાજે 40 મહિનાના સદીના વનવાસ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્ણવિરામ મુકાયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાં 186 રનની શાનદાર ઈનિંગ રમીને કોહલીએ ભારતને મજબૂત સ્થિતિમાં મુકી હતી. ટેસ્ટમાં ફરી ફોર્મ પરત મેળવતા કિંગ કોહલીના મૂડમાં પણ પોઝીટિવ ચેન્જ આવ્યો છે અને આજે મેચના અંતિમ દિવસે તો ફિલ્ડિંગ કરતી વખતે 'પ્લેન હું ઉડાડીશ' આવું કહીને સૌને ચોંકાવી દીધા હતા.
અમદાવાદમાં ટેસ્ટ સદીના દુષ્કાળને સમાપ્ત કર્યા બાદ વિરાટ કોહલી જાણે હવે ચંદ્ર પર પહોંચી ગયો હોય તેવું ફીલ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી અમદાવાદ ટેસ્ટ મેચમાં આજે શરૂઆતમાં સ્ટમ્પ માઈક પર તેની ટીમના સાથી ખેલાડીઓ સાથેની અતરંગી આનંદ-મોજ કરતી વાતચીત ઝડપાઈ ગઈ છે, જેમાં તે કહે છે આજે હું પહેલો પ્લેનમાં બેસીશ.
ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસની રમતની શરૂઆતમાં મેથ્યુ કુહનેમેનની વિકેટ ગુમાવ્યા બાદ નવો બેટ્સમેન માર્નસ લાબુશેન બેટિંગ કરવા બહાર આવે ત્યાં સુધી ભારતને થોડો વિરામ મળ્યો હતો. આ બ્રેક દરમિયાન કોહલીએ વિકેટ-કીપર કેએસ ભરત અને અન્ય નજીકના ફિલ્ડરો સાથે વાતચીત કરી હતી, જે હવે ટોક ઓફ ધ ટાઉન બની છે.
virat kohli
સ્ટમ્પ માઈક પર શું કહેતો પકડાયો કોહલી?
કોહલી બોલી રહ્યો હતો કે, "પ્લેન મેં પહેલે હી બેઠ જાઉંગા. હૈ! પહેલે હી બેઠ જાઉંગા પ્લેન મેં, પ્લેન મેં ઉડાઉંગા આજ." (આજે હું પહેલા પ્લેનમાં બેસીશ. શું ? હું પ્લેનમાં પહેલા બેસીશ. આજે હું પ્લેન ઉડાવીશ).
આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે નીચે મુજબ છે :
વિરાટ કોહલી અને બાકીની ભારતીય ટીમ ક્યાં જવા માંગે છે તે સ્પષ્ટ નથી, પરંતુ સ્ટમ્પ માઈક પર કેટલાક અન્ય ખેલાડીઓની કમેન્ટ્સ પણ સંભળાઈ હતી, જેમાં તેઓ કોહલીને જવાબ આપે છે કે તેમનું ડેસ્ટિનેશન (ગંતવ્ય સ્થાન) લગભગ 10 મિનિટ જ દૂર છે.
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરિઝ પછી ખેલાડીઓ તેમના ઘરે જવાની વાત કરતા હોઇ શકે છે. અમદાવાદની ગરમીએ પણ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પરીક્ષા લીધી છે અને આગામી વન ડે પૂર્વે બ્રેક પણ જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ મેચમાં કોહલી સદી ફટકારતાની સાથે એક ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે. સ્ટાર ભારતીય બેટરે પ્રથમ ઇનિંગમાં 186 રન બનાવ્યા બદ બીજી ઇનિંગ દરમિયાન અમ્પાયર નીતિન મેનન સાથે મજાક કરતો પણ નજરે પડ્યો હતો.