વનડે (ODI) અને ટી-20માંથી કેપ્ટનશીપ છોડ્યા બાદ (T20) બાદ વિરાટ કોહલીએ (Virat Kohli Stepped down as Test captain) ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપને પણ અલવિદા કહી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી. વિરાટ કોહલીએ (Virat Kohli) ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ પત્ની અનુષ્કા શર્મા ભાવુક થઈ છે (Anushka sharma). અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લખી છે.
'મને યાદ છે 2014માં ધોનીએ કહ્યું હતું કે હવે તારી દાઢી ગ્રે થતી જશે'
અનુષ્કાએ લખ્યું, મને બરાબર યાદ છે વર્ષ 2014માં જે દિવસે તે મને કહ્યું કે ધોનીએ ટેસ્ટમાંથી નિવૃતી લીધી અને તને ટેસ્ટ કેપ્ટન બનાવી રહ્યા છે. એ દિવસ સાંજે તે મેં અને ધોનીએ વાત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે હવે તારી દાઢી ગ્રે થતી જશે. આપણે ખૂબ હસ્યા હતા...'
'એ દિવસથી આજ દિ સુધી તારી દાઢી ગ્રે થતી જ રહી પરંતું મે તારો વિકાસ જોયો. તારી અંદર અને તારામાં તું વિકસતો ગયો. અને તારા વિસ્તારનો મને આનંદ છે. મને આનંદ છે કે ભારતીય નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે જે સિદ્ધી હાસલ કરી છે તે અને તારા માર્ગદર્શનમાં ટીમે જે સિદ્ધી હાસલ કરી છે તેના પર ગર્વ છે. મને તેનાથી વધુ ગર્વ તારી અંદર તે જે મેળવ્યું છે તેના પર છે.
2014માં આપણે ખૂબ યુવાન હતા. સારા ઈરાદા અને સકારાત્મક વિચારો અને હેતુઓ આગળ લઈ જાય છે પરંતુ પડકારો વગર આગળ વધી શકાતું નથી. અનેક પડકારો જેનો તે સામનો કર્યો છે તે ફકત મેદાન પર જ ન હોઈ શકે પરંતુ આ જીવન છે સાચુંને? તમે જ્યારે કલ્પના કરી હોય ત્યારે નહીં પરંતુ જ્યારે એની જરૂર પડે ત્યારે તમારી કસોટી કરે છે.
તારી આંખોમાં આંસુ આવતા અને હું તારી બાજુમાં બેસેની એ જોતી...
જ્યારે તું કોઈ બાબત મેળવી ન શક્યો અને તારી આંખોમાં આંસુ આવતા ત્યારે હું તારી બાજુમાં હતી અને મેં જોયું છે કે તું વિચારતો હતો કે કે આનાથી વધારે સારૂ પણ તું કરી શકે છે. તું આ છે તું બધા પાસેથી આવી જ આશા રાખે છએ.
તું ખૂબ સ્ટ્રેઇટફોરવર્ડ છે..
અનુષ્કાએ આગળ લખ્યું કે તું ખૂબ સ્ટ્રેઇટફોરવર્ડ છે. બધા તને સારી રીતે સમજી નહીં શકે. તું પરફેક્ટ નથી. તારી અંદર ખામી છે. પરંતુ તે હંમેશા જે સાચું હોય તેના માટે પક્ષ લીધો છે.
હું જાણું છું કે તને કોઈ બાબતની લાલચ નથી. આ પદની પણ લાલચ નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બાબતને જોરથી પકડી લે છે ત્યારે તે મર્યાદામાં સમેટાઈ જાય છે પરંતુ માય લવ તુ લિમીટલેટસ છે. આપણી દીકરી ભવિષ્યમાં તારા આ સાત વર્ષમાંથી શીખશે કે તું કેવો પિતા છે.
તે સારુ કર્યુ
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર