Home /News /sport /

Virat Kohli Test Captaincy : Virat Kohli એ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી, ભાવુક પોસ્ટ લખીને આપી જાણકારી

Virat Kohli Test Captaincy : Virat Kohli એ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી, ભાવુક પોસ્ટ લખીને આપી જાણકારી

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી

Virat Kohli Stepped Down As Test Captain : વિરાટ કોહલીએ (Virat Kohli Social Media Post) ટેસ્ટ કેપ્ટનશીપ છોડતા એક ભાવુક પોસ્ટ લખી જેમાં તેણે પોતાના સાથીઓ, બીસીસીઆઈ (BCCI) , રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને એમ.એસ. ધોનીનો (MS Dhoni) આભાર માન્યો હતો.

વધુ જુઓ ...
    Virat Kohli Resigns : વનડે (ODI) અને ટી-20માંથી કેપ્ટનશીપ છોડ્યા બાદ (T20) બાદ વિરાટ કોહલીએ (Virat Kohli Stepped down as Test captain)  ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપને પણ અલવિદા કહી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે.  વિરાટ કોહલીએ (Virat Kohli Social Media Post) ટેસ્ટ કેપ્ટનશીપ છોડતા એક ભાવુક પોસ્ટ લખી જેમાં તેણે પોતાના સાથીઓ, બીસીસીઆઈ, રવિ શાસ્ત્રી અને એમ.એસ. ધોનીનો આભાર માન્યો હતો.

    વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ભારતનો તિરંગો કેપ્શનમાં મૂકી અને સ્ટેટમેન્ટ આપ્યું છે. સાત વર્ષથી લોહી પરસેવો પાડીને ટીમને સાચી દિશામાં લઈ જવાનું કામ કર્યુ છે. મેં સંપૂર્ણપણે પ્રમાણિકતાથી કામ કર્યુ છે અને ટીમને આગળ લઈ જવામાં કઈ કસર છોડી નથી. દરેક બાબતનો એક વિરામ આવતો હોય છે અને મારા માટે ટેસ્ટ કેપ્ટન તરીકે થંભી જવાનો આ સમય છે. આ યાત્રામાં ખૂબ સારો નરસો સમય આવ્યો પરંતુ આ યાત્રા દરમિયાન ક્યારેય આત્મવિશ્વાસ કે ભરોસાની કમી આવી નથી'

    હું 120 ટકા આપવામાં માનું છું

    કોહલીએ આગળ આપ્યું કે હું જે કોઈ પણ કામ કરૂં છું તેમાં મારું 120 ટકા આપું છું અને જો મારું 120 ટકા ન આપી શકું તો મારે એ કામ ન કરવું જોઈએ એવું હું માનું છું. મારૂં દિલ સાફ છે ને હું મારી ટીમ માટે ક્યારેય અપ્રમાણિક ન બની શકું.'

    મને તક આપવા બદલ હું બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરવા માંગું છું.મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક લાંબા સમય સુધી આપવામાં આવી તે બદલ આભાર. ખાસ કરીને મારા સાથીઓનો જેમણે પહેલાં જ દિવસથી મારા વિઝનમાં વિશ્વાસ કરી અને ક્યારેય નમતું ન જોખ્યું તેમનો પણ આભાર. તમે લોકોએ આ સફરને યાદગાર અને અતિશય સુંદર બનાવી.



    રવિ શાસ્ત્રીનો ખાસ આભાર વ્યક્ત કર્યો

    કોહલીએ લખ્યું કે રવિ ભાઈ અને સપોર્ટ સ્ટાફ જેમણે સતત આ વિઝનમાં વિશ્વાસ કરી અને આ એન્જિનને ટેસ્ટ ક્રિકેટમાં ઉપર લઈ જવા માટે ઈંધણ પૂર્યુ તેમનો આભાર

    ધોનીનો વિશેષ આભાર માન્યો

    વિરાટ કોહલીએ પોતાની પોસ્ટનો અંત ધોનીના આભાર સાથે કર્યો. કોહલીએ લખ્યું ખાસ તો એમ.એસ. ધોનીનો આભાર જેમણે મારામાં એક કેપ્ટન જોયો અને વિશ્વાસ બતાવ્યો કે હું ભારતીય ટેસ્ટ ક્રિકેટને આગળ ધપાવી શકું છું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन