કમરના દુઃખાવાથી પરેશાન વિરાટ કોહલીએ કહ્યું ‘પાંચ દિવસમાં સારો થઇ જઇશ’

News18 Gujarati
Updated: August 13, 2018, 11:26 AM IST
કમરના દુઃખાવાથી પરેશાન વિરાટ કોહલીએ કહ્યું ‘પાંચ દિવસમાં સારો થઇ જઇશ’
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેટમાં કમરના દુઃખાવા સાથે બેટિંગ કરી હતી.

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેટમાં કમરના દુઃખાવા સાથે બેટિંગ કરી હતી. જોકે, તેમણએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 18 ઓગસ્ટે રમનારી મેચ પહેલા જ સંપૂર્ણ પણે ઠીક થઇ જશે. લોર્ડ્સના મેદાન ઉપર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત એક ઇનિંગ અને 159 રનથી હારી ગયું હતું.

કોહલીએ બીજી ઇનિંગમાં 29 બોલમાં માત્ર 17 રન બનાવ્યા હતા. સ્ટુઅર્ટ બ્રાડના ટી બ્રેકના પહેલા ઉછાળેલા બોલ ઉપર કોહલીએ શોર્ટ લગાવ્યો અને ઓલિવર પોપના હાથે કેચ થયો હતો. કોહલીએ કહ્યું કે, તેમને પીઠના નીચેના ભાગમાં દુઃખાવો છે. જે ફરીથી શરુ થયો છે. આ દુઃખાવો કામના વધારે ભારણ અને વધારે રમાયેલી મેચોના કારણે થયો છે.

ઉલ્લેખનીય છે કે, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ન ટકી શક્યા. ભારતને લોર્ડ્સ મેદાન ઉપર બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે ઇંગ્લેન્ડના હાથે 159 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચથી જીતી હતી. હવે તેમનાથી બીજી મેચ પણ જીતીને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની બઢત કરી લીધ છે.

ગ્લેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરતા ભારતને પહેલી ઇનિંગમાં 107 રન ઉપર ઓલઆઉટ કરી દીધું હતું. ઇંગ્લેન્ડ પોતાની પહેલી ઇનિંગમાંસાત વિકેટ ઉપર 396 રન બનાવ્યા હતા. આમ તેણે 289 રનની બઢત મેળવી હતી.
First published: August 13, 2018, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading