ઇંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં કોહલીએ મેળવી આ સિદ્ધિ, ધોની-ગાંગુલી રહ્યા પાછળ

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં ઉતરતાની સાથે જ એક શાનદાર સિદ્ધિ મેળવી છે. આ કેપ્ટન તરીકે તેની 50મી આંતરરાષ્ટ્રીચ મેચ હતી. તે આવી સિદ્ધિ મેળવનાર ભારતનો સાતમો સુકાની બન્યો છે. તેના પહેલા કપિલ દેવ, મોહમ્મદ અઝહરુદ્દિન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને એમએસ ધોની 50 અથવા તેના કરતા વધારે વન-ડેમાં કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.

  કોહલીના નેતૃત્વમાં ભારત ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે પહેલા 49 મેચ રમ્યું છે. જેમાં તેની જીતની ટકાવારી 77.55 છે. ઓછામાં ઓછી 25 મેચમાં કેપ્ટનશિપની સરખામણી કરવામાં આવે તો કોહલી સૌથી આગળ છે. કોહલીના નેતૃત્વમાં ભારતે બધી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાને તેની ધરતી ઉપર હરાવ્યું છે. જોકે તેની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાનો આઈસીસી
  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પરાજય થયો હતો.

  કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે 49 મેચમાંથી 38 મુકાબલા જીત્યા છે, જે એક રેકોર્ડ છે. આ મામલામાં તે ક્લાઇવ લોઇડ અને રિકી પોન્ટિંગ સાથે સંયુક્ત રીતે નંબર એક પર છે.
  Published by:Ashish Goyal
  First published: