Home /News /sport /T20 WC 2022: ICCએ વિરાટ કોહલીના હારિસ રઉફ સામેના સિક્સને સર્વશ્રેષ્ઠ T20 શૉટ ગણાવ્યો

T20 WC 2022: ICCએ વિરાટ કોહલીના હારિસ રઉફ સામેના સિક્સને સર્વશ્રેષ્ઠ T20 શૉટ ગણાવ્યો

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

Virat Kohli six to Haris Rauf: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે પ્રથમ મેચમાં એવો શોટ માર્યો હતો જેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સર્વશ્રેષ્ઠ T20 શોટનો દરજ્જો આપવામાં આવ્યો

    Virat Kohli six to Haris Rauf: T20 વર્લ્ડ કપ 2022માં ભારત ભલે નિરાશ થયું હોય, પરંતુ વિરાટ કોહલીનું પ્રદર્શન ટીમ માટે સુખદ બાબત હતી. વર્લ્ડકપ સુધી સંઘર્ષ કરી રહેલા કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ એશિયા કપમાં તેણે ફોર્મમાં પરત ફરવાના સંકેત દેખાડ્યા હતા. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનનો સામનો કરવો પડ્યો હતો અને કોહલી માટે ફોર્મમાં પરત ફરવાની આનાથી વધુ સારી તક કોઈ ન હતી. આ મેચમાં કોહલીએ એવો શોટ માર્યો હતો જેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સર્વશ્રેષ્ઠ T20 શોટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

    કોહલીએ ફાસ્ટ બોલર હારિસને હચમચાવી દીધો

    ભારતે પાકિસ્તાન સામે શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી અને તેના માટે ટાર્ગેટ ઘણો મુશ્કેલ બની ગયો હતો. કોહલીએ હાર્દિક પંડ્યા સાથે મળીને મેચને અંત સુધી પહોંચાડી હતી જ્યાં ભારતને આઠ બોલમાં 28 રનની જરૂર હતી. આ સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ ભારતના હાથમાંથી નીકળી જશે, પરંતુ ત્યારે જ કોહલીએ તે શાનદાર શોટ રમ્યો હતો. કોહલીએ હારિસ રઉફની બોલ પર બોલરના માથા ઉપરથી સિક્સર ફટકારી હતી. તે ઉપરાંત તેણે તેના આગલા બોલ પર પણ સિક્સર ફટકારીને મેચને થોડી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો.

    ICCએ શોટ વિશે શું કહ્યું?

    ICC અનુસાર, કોહલીએ જે શોટ લગાવ્યો તે સંજોગો અનુસાર કોઈપણ બેટ્સમેન માટે અશક્યને શક્ય બનાવવા જેવો હતો. ICCએ આ શૉટને ટી-20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ શૉટ ગણાવ્યો છે. ફાસ્ટ બોલર સામે ફુલ લેન્થ બોલ પર સીધી સિક્સર મારવી ખરેખર પ્રશંસનીય છે
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन