Home /News /sport /IND VS SL: વિરાટ કોહલી અને શુભમન ગિલની સદી! દેશવાસીઓને આપી તહેવારોની ભેટ
IND VS SL: વિરાટ કોહલી અને શુભમન ગિલની સદી! દેશવાસીઓને આપી તહેવારોની ભેટ
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 74 મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને શ્રીલંકાના બોલરોને દોડાવ્યા હતા. તેણે 87 બોલમાં 113 રન ફટકાર્યા હતા.
VIRAT KOHLI CENTURY: પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 74 મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને શ્રીલંકાના બોલરોને દોડાવ્યા હતા. આ સાથે કોહલી હવે સચિનના 49 સદીના રેકોર્ડની એક્દમ નજીક આવી ગયો છે.
VIRAT SHUBMAN CENTURY: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટની ચમક ફરી એકવાર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વન-ડેમાં સદી ફટકારવા માટે તલપાપડ રહેતા આ દિગ્ગજ ખેલાડીએ હવે સદીનો ધમધમાટ કર્યો છે. તેણે ગયા વર્ષે બાંગ્લાદેશ સામે સદીનો દુષ્કાળ ખતમ કર્યા બાદ આ ત્રીજી સદી ફટકારી છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી વનડે સીરીઝની છેલ્લી મેચમાં પણ કોહલીનું બેટ ધમાકેદાર પરફોર્મ કરી રહ્યું છે. આ જ શ્રેણીમાં કોહલીની આ બીજી સદી છે. અગાઉ પહેલી મેચમાં પણ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.
ત્રણ વર્ષ બાદ યાદગાર કમબેક
શ્રીલંકા સામેની વનડે શ્રેણીની શરૂઆત સદીથી કરનાર વિરાટ કોહલીએ પહેલી મેચમાં પણ સદી ફટકારી હતી. ત્રીજી મેચમાં તેણે ધીમી શરૂઆત કરી અને 49 બોલમાં 5 ચોગ્ગાની મદદથી પચાસ રન પૂરા કર્યા. આ પછી તેણે પોતાની ઇનિંગને સ્પીડ સાથે આગળ વધારી અને થોડી જ વારમાં સદી સુધી પહોંચી ગયો હતો. કોહલીની વન-ડેમાં આ 46મી સદી છે. આ સાથે સચિનની 49 વન-ડે સદીના રેકોર્ડની એક્દમ નજીક આવી ગયો છે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી.
આ મેચમાં શુભમન ગિલનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું. તેણે પણ સદી ફટકારી હતી. આ શુભમનની બીજી આંતરરાષ્ટ્રીય સદી હતી. ભારતને શુભમન ગિલના સ્વરૂપે હવે રેગ્યુલર ઓપનર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
Shubman Gill departs after a brilliant knock of 116 of 97 deliveries.
વર્ષ 2019 પછી વિરાટે 3 વર્ષ સુધી વનડેમાં સદી ફટકારી નહોતી. ગયા વર્ષે તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારીને સદીઓના આ દુષ્કાળનો અંત લાવ્યો હતો. ચિત્તાગોંગમાં સદી ફટકારીને વિરાટ ભારત પહોંચ્યો અને ગુવાહાટી વનડેમાં સદી ફટકારી દીધી હતી. હવે શ્રીલંકા સામેની આ જ શ્રેણીમાં તેણે બીજી સદી ફટકારી છે.
આ વનડેમાં કોહલી પહેલા શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. તેણે 116 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 85 બોલમાં સદી ફટકારી છે. આ તેની ODI કારકિર્દીની 46મી સદી હતી. કોહલીની આ 74મી આંતરરાષ્ટ્રીય સદી હતી. તે જ સમયે, તે આ શ્રેણીની બીજી સદી હતી. કોહલીએ શ્રેણીની પ્રથમ વનડેમાં 113 રન બનાવ્યા હતા. છેલ્લી ચાર વનડે ઇનિંગ્સમાં આ તેની ત્રીજી સદી હતી. આ શ્રેણી પહેલા કોહલીએ બાંગ્લાદેશ સામેની છેલ્લી વનડેમાં પણ 113 રન બનાવ્યા હતા
" isDesktop="true" id="1320455" >
વિરાટ કોહલી હવે વિશ્વના 5 સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામે રમાયેલી ODI સીરીઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ ODI ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર