વીરૂએ કેમ કહ્યું... તો વિરાટ પોતાને જ કરી લે ડ્રોપ

News18 Gujarati
Updated: January 13, 2018, 10:51 PM IST
વીરૂએ કેમ કહ્યું... તો વિરાટ પોતાને જ કરી લે ડ્રોપ

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં ટીમની પસંદગીને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે. સહેવાગે શનિવારે કહ્યું કે, વિરાટ કોહલી જો સાઉથ આફ્રિકા વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં નિષ્ફળ થઈ જાય છે તો તેમને પોતાને ડ્રોપ કરવો જોઈએ.

સહેવાગે એક સમાચાર એજન્સીને કહ્યું કે, શિખર ધવનને માત્ર એક ટેસ્ટ મેચ નિષ્ફળ રહેવાથી અને ભુવનેશ્વરને કોઈ જ કારણ વગર બહારનો રસ્તો બતાડ્યા પછી હું તે કહીશ કે, જો કોહલી સેન્ચુરિયનમાં નિષ્ફળ થઈ જાય છે તો તેમને ત્રીજી ટેસ્ટમાં પોતાને જ બહાર કરી દેવો જોઈએ.

સહેવાગે કહ્યું કે, ભુવનેશ્વરને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય બરાબર નથી, વીરૂએ કહ્યું કે, વિરાટ કોહલીએ તે વિચાર્યું હશે કે, ઈશાંતને તેની લંબાઈના કારણે ફાયદો મળશે પરંતુ આનાથી ભુવનેશ્વરના આત્મવિશ્વાસને નુકશાન પહોંચશે. વીરૂએ કહ્યું કે, ટીમને અન્ય કોઈ બોલરના સ્થાન પર ઈશાંતને તક આપવાની જરૂરત હતી. ભુવનેશ્વરે કેપટાઉનમાં સારૂ પ્રદર્શન કર્યુ અને તેવામાં તેને ટીમમાંથી બહાર કરવો તે સાચો નિર્ણય નથી.
First published: January 13, 2018, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading