વિરાટે શેર કરેલી તસવીરમાં રોહિત ન દેખાયો, પ્રશંસકોએ સવાલ ઉઠાવ્યા

News18 Gujarati
Updated: July 30, 2019, 11:58 AM IST
વિરાટે શેર કરેલી તસવીરમાં રોહિત ન દેખાયો, પ્રશંસકોએ સવાલ ઉઠાવ્યા
વેસ્ટ ઈન્ડિઝ રવાના થતાં પહેલા ટીમના સભ્યો સાથે વિરાટ કોહલી

વિન્ડીઝ પ્રવાસ પહેલા કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે રોહિત સાથે તેનો કોઈ ખટરાગ નથી

  • Share this:
વિરાટ કોહલીએ ભલે રોહિત શર્માની સાથે ચાલી રહેલા કથિત ખટરાગ પર સફાઈ આપી દીધી હોય પરંતુ ક્રિકેટપ્રેમીઓને હજુ પણ કંઈક ગડબડ હોવાનું લાગી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ રવાના થતાં પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના કેટલાક સાથી ખેલાડીઓ સાથે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં રોહિત શર્મા નજરે નથી પડતો. જેથી આ તસવીર પર પ્રશંસકોએ અનેક પ્રકારના સવાલ ઊભા કર્યા છે.

ન દેખાયો રોહિત શર્મા


સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં વિરાટે લખ્યું કે- Miami bound... એટલે કે મિયામી થઈને વેસ્ટ ઈન્ડિઝ પહોંચીશું. આ ફોટોમાં વિરાટની સાથે કેએલ રાહુલ સહિત પાંચ ખેલાડીઓ દેખાઈ રહ્યા છે, પરંતુ વાઇસ કેપ્ટન રોહિત શર્મા ફ્રેમમાં નથી. સોશિયલ મીડિયા પર લોકો તેને શોધી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે, ક્યાં છે રોહિત? શું તે કેપ્ટન બનવા માટે કોઈ ખૂણામાં બેસી વિચારી રહ્યો છે.


આ દરમિયાન શિખર ધવને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જ્યાં તે રોહિત શર્માની સાથે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો, સાનિયા બાદ હવે હરિયાણાની દીકરી શામિયા બનશે પાક. ક્રિકેટરની દુલ્હન

સોમવારે વિરાટે કરી હતી સ્પષ્ટતા


વિરાટ કોહલીએ સોમવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની સાથે કથિત અણબનાવના અહેવાલ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી. કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયામાં આવો કોઈ માહોલ નથી. જો ટીમમાં આવું કંઈ થયું તો જે પ્રકારની આશા ટીમ ઈન્ડિયાથી રાખવામાં આવી રહી તે ન રાખવામાં આવી હોત. ટીમમાં માહોલ એકદમ બરાબર છે. કોહલીને જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું તો તેણે પત્રકારોને ડ્રેસિંગ રૂમમાં આવવા માટે કહ્યું. તેણે કહ્યું કે તેઓ વીડિયો બનાવીને ન દર્શાવી શકે કે ડ્રેસિંગ રૂમમાં શું થાય છે પરંતુ તમે લોકો આવીને જોવું જોઈએ કે ત્યાં કેવો માહોલ છે.

આ પણ વાંચો, વિરાટે કહ્યું - મારી પાસે જાદુ નથી કે જાણી શકુ કે કોણ સારું રમશે

તેઓએ કહ્યું કે, મેં પણ આ પ્રકારની અફવાઓ સાંભળી છે. જો ડ્રેસિંગ રૂમનો માહોલ સારો ન હોત તો અમે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત આટલું સારું ન રમી રહ્યા હોત. અમે ડ્રેસિંગ રૂમના સારા વાતાવરણ વગર અહીં સુધી ન પહોંચતા.

આ પણ વાંચો, ગાવસ્કરનો મોટો આરોપ, કોહલીને ખોટી રીતે પસંદ કર્યો કેપ્ટન
First published: July 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading