સચિન Vs વિરાટ: આ મામલે માસ્ટર બ્લાસ્ટર પર ભારે પડી રહ્યો છે 'કિંગ' કોહલી

વિરાટ કોહલી Vs સચિન તેંડુલકર

કોહલીના નામે આ સદીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 65 સદી નોંધાઈ છે અને તેણે આવું માત્ર 409 ઇનિંગમાં કર્યું છે, જે વર્લ્ડ રેકોર્ડ છે

 • Share this:
  અજય રાજ

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરીને દશાવ્યું છે કે પડકાર જ્યારે મુશ્કેલ હોય છે ત્યારે તેનું બેટિંગ વધુ મજબૂત થઈ જાય છે. નાગપુર ટેસ્ટમાં ઓપનર રોહિત શર્મા જ્યારે પહેલી ઓવરના અંતિમ બોલ પર પેવેલિયન પરત ફર્યો તો કોહલીને વિરાટ જવાબદારી ઉઠાવવા માટે બીજી જ ઓવરમાં મેદાન પર ઉતરવું પડ્યું.

  આ મેચમાં કંગારુ બોલર્સની સામે એક છેડેથી ભારતીય બેટ્સમેન પેવેલિયન પરત ફરી રહ્યા હતા, પરંતુ કોહલીએ હિંમત ન હારી અને પોતાની 40મી વનડે સદી ફટકારી. તે 8મી વિકેટ તરીકે 120 બોલમાં 4 ફોરની મદદથી 116 રન બનાવીને આઉટ થયો, જે કોઈ પણ ટીમને ટક્કર આપવા માટે મોટો નહીં તો સરળ સ્કોર પણ નહોતો. છેવટે આ લક્ષ્યથી 8 રન પહેલા ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું.

  આ જોરદાર ઈનિંગની સાથે કોહલી સૌથી ઓછી ઉંમરમાં 40 વનડે સદી ફટકારનાો દુનિયાનો યુવા બેટ્સમેન બની ગયો છે અને ફરી એકવાર તેની તુલના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે થઈ રહી છે. કોહલી 30 વર્ષ અને 212 દિવસની ઉંમરે આવું કર્યું છે. જ્યોર આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર (33 વર્ષ અને 142 દિવસ)ના નામે હતો. બીજી તરફ, સચિને 40મી સદી 355મી ઇનિંગમાં કરી હતી જ્યારે વિરાટે આવું 216મી ઇનિંગમાં કર્યું છે.

  40 વનડે સદી સચિને 44.65ની સરેરાશથી અને 86.06ના સ્ટ્રાઇક રેટથી 14289 રન બનાવ્યા હતા તો કોહલી તેનાથી ચઢિયાતો જોવા મળી રહ્યો છે. કોહલીએ 59.73ની સરેરાશથી 92.65 સ્ટ્રાઇક રેટથી 10693 રન કર્યા છે. હા, સચિને આ દરમિયાન 112 વાર 50થી વધુ સ્કોર કર્યો હતો જ્યારે કોહલીએ 89 વાર આવું કર્યું છે. વધુ એક કારણ જે કોહલીને સચિનથી સારી પુરવાર કરે છે. કોહલીએ 40માંથી 33 સદી ભારતની જીતનો આધાર બન્યો છે તો સચિનની 49માંથી 33 સદી ટીમ ઈન્ડિયાને કામ આવી હતી.

  આ પણ જુઓ, આવું તો ધોની જ કરી શકે, મેદાનમાં FANને દોડાવ્યો

  આ ઉપરાંત, કોહલીના નામે આ સદીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 65 સદી નોંધાઈ ગઈ છે અને તેણે આવું માત્ર 409 ઇનિંગમાં કર્યું છે, જે વર્લ્ડ રેકોર્ડ છે. માસ્ટર બ્લાસ્ટરે 65 ઇન્ટરનેશનલ સદી માટે 467 ઇનિંગ રમી હતી. પરંતુ ઉંમરના મામલે કોહલી અહીં પોતાના ગુરુથી પાછળ જોવા મળી રહ્યો છે. સચિને 65 ઇન્ટરનેશનલ સદી 29 વર્ષ અને 304 દિવસની ઉંમરે પૂરી કરી હતી જ્યારે કોહલી હાલ 30 વર્ષ અને 121 દિવસનો છે. આમ, સચિને 406 ઇન્ટરનેશનલ ઇનિંગ રમીને 50 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા તો કોહલીને આવું 409 ઇનિંગમાં કર્યું છે.

  224 વનડે અને સચિન-વિરાટ

  કોહલીએ અત્યાર સુધી રમાયેલી 224 વનડેમાં 59.74ની સરેરાશ અને 92.61 સ્ટ્રાઇક રેટથી 10693 રન કર્યા છે. જેમાં 40 સદી અને 49 અડધી સદી સામેલ છે. જ્યારે સચિને 224 વનડેમાં 42.60ની સરેરાશ અને 86.45ના સ્ટ્રાઇક રેટથી 8350 રન કર્યા હતા, જેમાં 23 સદી અને 44 અડધી સદી હતી.

  પોન્ટિંગ છે કોહલીનું આગામી ટાર્ગેટ

  કેપ્ટન કોહલીના નામે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 65 સદી થઈ ચૂકી છે. જ્યારે વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકર (100)ના નામે છે. બીજી તરફ, રિકી પોન્ટિંગ 71 સદીની સાથે બીજા નંબરે છે. કોહલીનું આગામી લક્ષ્ય પોન્ટિંગ છે અને શક્ય છે કે તે આગામી એક કે બ વર્ષમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

  કોહલીની નાગપુરની ઇનિંગ દરમિયાન 22 રન બનાવતાં જ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે (ટેસ્ટ, વનડે અને ટી20)માં 159 ઇનિંગમાં 9000 રન પૂરા કરી લીધા, જે વર્લ્ડ રેકોર્ડ છે. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 203 ઇનિંગમાં આવું કર્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published: