ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 પહેલા કહ્યું હતું કે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાસે ત્રણેય ફોર્મેટમાં પોતાની ક્ષમતા બતાવવાનો સમય આવી ગયો છે. અનુભવી મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઈને સ્પષ્ટતા નથી જેથી પંત હવે ત્રણેય ફોર્મેટમાં મનપસંદ વિકલ્પ બન્યો છે. પસંદગી સમિતિ દ્વારા ટીમ પસંદ થયા પછી મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ આ તરફ ઇશારો કર્યો હતો.
કોહલીએ કહ્યું હતું કે આ રિષભ પંત જેવા ખેલાડી માટે ઘણી સારી તક છે. જો તે પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે રમશે તો તે ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે. તેણે આ સ્તર ઉપર પોતાની ક્ષમતા બતાવવી પડશે.
ભારતીય કેપ્ટને કહ્યું હતું કે અમને તેમની ક્ષમતા વિશે ખબર છે અને બધા ઇચ્છે છે કે તે ભારતીય ક્રિકેટ ટીમ માટે સતત સારું પ્રદર્શન કરે. એમએસ ધોનીનો અનુભવ હંમેશા એક મહત્વપૂર્ણ રહ્યો છે. જોકે હાલ આ યુવા ખેલાડીઓ માટે શાનદાર તક છે જેના માટે તેમણે તૈયાર રહેવું જોઈએ.
કોહલીએ કહ્યું હતું કે આ રિષભ પંત જેવા ખેલાડી માટે ઘણી સારી તક છે (AP Photo)
કોહલી પહેલા જ કહી ચૂક્યો છે કે આ પ્રવાસ શ્રેયસ ઐયર અને મનીષ પાંડે જેવા ખેલાડીઓ માટે શાનદાર તક છે. જે એકદિવસીય મેચમાં ભારતના મિડલ ઓર્ડરમાં તક બનાવવા માટે દાવો રજુ કરશે. ગત મહિને વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલા પરાજય પછી ટીમ શનિવારે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાનમાં ઉતરશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર