Home /News /sport /સચિન, કોહલી સહિત આ ઓલમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓએ PM મોદીને આપી જન્મદિવસની શુભકામનાઓ

સચિન, કોહલી સહિત આ ઓલમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓએ PM મોદીને આપી જન્મદિવસની શુભકામનાઓ

પીએમ મોદી (ફાઇલ તસવીર)

Narendra Modi Birthday Special: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે ઓલમ્પિક અને પેરાલિમ્પિક વિનર્સે શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાનો 71મો જન્મદિવસ (PM Narendra Modi’s 71st Birthday) ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેમની પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. દેશના રાજનેતાઓથી લઈને એક્ટર અને ખેલાડીઓ સુધી તમામ લોકોએ તેમને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના (India Cricket Team) કેપ્ટન વિરાટ કોહલીથી (Virat Kohli) લઈને પેરાલિમ્પિક મેડલિસ્ટ (Paralympic Games) અવની લેખરા (Avani Lekhara) સુધી, સોશિયલ મીડિયા (Social Media) પર રમગ-જગત સાથે સંકળાયેલી અનેક મોટી હસ્તીઓએ વડાપ્રધાનના લાંબા આયુષ્યની કામના કરતાં તેમને જન્મદિવસની શુભકામનાઓ (Happy Birthday Narendra Modi) આપી છે.

વડાપ્રધાન મોદી થોડા સમય પહેલા રમતથી દુનિયા સાથે ઘણા સક્રિય જોવા મળ્યા છે. ટોક્યો ઓલમ્પિક અને પેરાલિમ્પિક દરમિયાન તેઓ સતત ખેલાડીઓ સાથે વાત કરીને તેમનો ઉત્સાહ વધારતા રહ્યા હતા. ત્યારબાદ ચેમ્પિયન્સ દેશ પરત ફરતાં પીએમ મોદીએ ભવ્ય કાર્યક્રમની સાથે તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી હતી. એવામાં તેમના જન્મદિવસના પ્રસંગે ખેલાડીઓ પણ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં પાછળ નથી રહ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશના વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. કોહલીએ ટ્વીટ કરીને લખ્યું કે, જન્મદિવસની અનેક શુભકામનાઓ નરેન્દ્ર મોદીજી. ભગવાન આપને સારું સ્વાસ્થ અને અપાર ખુશીઓ આપે.







ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતા કહ્યું કે, જન્મદિવસની અનેક શુભકામનાઓ નરેન્દ્ર મોદીજી. આપનું આ વર્ષ સારા સ્વાસ્થ અને ખુશીઓથી ભરેલું રહે. આ ઉપરાંત પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે વડાપ્રધાનના લાંબા આયુષ્યની કામના કરી. સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું કે, આપને જન્મદિવસની અનેક શુભકામનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ભગવાન આપને અનેક ખુશીઓ, સારું સ્વાસ્થ અને લાંબી ઉંમર આપે.

આ પણ વાંચો, સુદર્શન પટનાયકે કંઈક આવી રીતે આપી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા

ભારતને લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનારી સાયના નેહવાલે પીએમ મોદી સાથેની એક જૂની તસવીર શૅર કરી જેમાં સાયનાના પિતા પણ સાથે ઊભેલા જોવા મળી રહ્યા છે. સાયના નરેન્દ્ર મોદીને બેડમિન્ટન રેકેટ આપતી જોવા મળી રહી છે. તસવીરના કેપ્શનમા સાયનાએ લખ્યું કે, મોદી સર આપને જન્મદિવસની શુભકામનાઓ. આપ એક નેચરલ લીડર જેમાં અનેક એવા ગુણ છે જે બીજા કોઈમાં નથી. અનેક લોકો માટે પ્રેરણા બનવા માટે આભાર.





આ પણ વાંચો, PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

પેરાલિમ્પિક્સમાં દેશ માટે બે મેડલ જીતનારી અવી લેખરાએ પણ વડાપ્રધાન મોદીની સાથે પોતાની મુલાકાતની તસવીર શૅર કરતાં લખ્યું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. કાન્હાજીને એ જ કામના કરું છું કે તમે સદા સ્વસ્થ રહો અને દીર્ધાયુ થાઓ.
First published:

Tags: Saina Nehwal, Virendra sehwag, નરેન્દ્ર મોદી, વિરાટ કોહલી, સચિન તેંડુલકર