કોહલીએ ખોલ્યું સિક્રેટ - કેવી રીતે વેટરે બનાવી નાંખી તેમની મજાક

 • Share this:
  વિરાટ કોહલીને હાલમાં જ અમેરિકન વેબસાઈટ ઈએસપીએનની સૌથી ફેમસ 100 એથલીટની લિસ્ટમાં જગ્યા મળી છે. તેઓ 11માં નંબર પર છે અને ભારતના સૌથી ફેમસ ખેલાડી છે. કોહલીએ આ વેબસાઈટે આપેલા એક ઈન્ટરવ્યુંમાં પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક રાજ ખોલ્યા હતા. કોહલીએ તેમના જીવનમાં ઘટેલી કેટલીક રસપ્રદ ઘટનાઓનું વર્ણન તેમને કરી હતી, જેમાં કોહલીએ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન એક વેટર દ્વારા તેમની મજાક બનાવી નાંખી હતી, તેના વિશે તેમને જણાવ્યું હતું.

  કોહલીએ જણાવ્યું કે, કેપટાઉનમાં તેમને સાથી ક્રિકેટરો સાથે લંચ કર્યો. આ દરમિયાન એક વેટરે તેમની સાથે હાથ મિલાવ્યો અને કેટલી હદ્દ સુધી તે તેમની રમતને પસંદ કરે છે. કોહલીએ એકદમ આરામથી તેના સાથે હાથ મિલાવ્યો અને તેની વાતોને સાંભળી. આ દરમિયાન એક બીજો વેટર ત્યાં પહોંચ્યો અને પોતાનો હાથ તેમની આગળ લાંબો કર્યો, આના પર કોહલીએ હાથ મિલાવવા માટે હાથ આગળ વધાર્યો પરંતુ વેટર ટેબલ પર પડેલી પલેટો ઉઠાવવા લાગ્યો. આ જોઈને કોહલીના સાથે જોર-જોરથી હસવા લાગ્યા અને તેની મજાક ઉડાવવા લાગ્યા હતા.

  આમ કોહલીની સાથે-સાથે તેમના સાથી ખેલાડીઓ પણ ખડખડાટ હસી પડ્યા હતા. કોહલીએ કહ્યું કે, મે એ વખતે ખાસી શરમ અનુભવી. તેને (વેટરે) હાથ તરફ જોયું પણ નહી. આ ઈન્ટરવ્યુંમાં કોહલીએ કહ્યું કે, તેઓ લોકોથી દૂર રહેલાનું પસંદ કરે છે, કમ કે આજકાલ લોકો માત્ર સેલ્ફી લેવા માટે તમારી નજીક આવે છે. તેમને માત્ર તે ચિંતા હોય છે કે, ફોટોમાં તેમનું એગલ કેવું આવી રહ્યું છે.
  Published by:Mujahid Tunvar
  First published: