વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને તૂટેલી વેનમાં એરપોર્ટ મોકલ્યો હતો. જ્યારે બાકીના ખેલાડીઓને સારી કાર આપવામાં આવી હતી. કોહલીએ જણાવ્યું કે વેનની હાલત એટલી ખરાબ હતી કે તે અંદરથી રસ્તો જોઈ શકતો હતો.
વિરાટ કોહલી (Virat Kohli) આઇપીએલ 2022 (IPL 2022)ની 15મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. IPLની છેલ્લી સિઝન પૂરી થયા બાદ કોહલીએ RCBની કેપ્ટન્સીપ છોડી દીધી છે. IPLની પ્રથમ સિઝનથી કોહલી આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. આજે તે ફ્રેન્ચાઇઝીનો જીવ છે. તેનું આરસીબીમાં ખાસ સ્થાન છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે આરસીબીએ તેને તૂટેલી વાન સાથે એરપોર્ટ મોકલ્યો હતો અને બાકીના ખેલાડીઓને સારી કાર આપી હતી.
તાજેતરમાં જ કોહલીએ પોતે એક પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ તેની પ્રથમ આઈપીએલની વાત છે. એટલે કે 2008માં તે સમયે તે ભારતીય અંડર-19 ટીમનો ખેલાડી હતો. કોહલીએ આરસીબીના પોડકાસ્ટમાં કહ્યું કે હું અંડર-19 ખેલાડી હતો. તેથી જ મને તૂટેલી ઓમની વાનમાં એરપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જ્યારે અન્ય તમામ ખેલાડીઓને એરપોર્ટ જવા માટે સારી કાર મળી હતી.
કોહલીએ કહ્યું કે માત્ર હું જ બાકી હતો. કદાચ તેઓએ વિચાર્યું હશે કે મને કંઈક આપો અને એરપોર્ટ છોડી દો. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે વેનનું મોડલ જ જૂનું નહોતું પરંતુ તેની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. અમે વાનની અંદરથી રસ્તો જોઈ શકતા હતા.
વાન તેના છેલ્લા સ્ટેજ પર હતી. કોહલી IPLની પોતાની પ્રથમ સિઝનમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. જેના કારણે તે ખૂબ જ નિરાશ પણ હતો. જોકે 2016ની સિઝન ઘણી યાદગાર રહી. જો કે કોહલી તેની કેપ્ટનશીપમાં એક વખત પણ આરસીબીનો ખિતાબ મેળવી શક્યો ન હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર