વિરાટ કોહલીનો ખુલાસો, ટીમમાં પસંદ થવા બદલ માંગવામાં આવ્યા હતા પૈસા

વિરાટ કોહલીનો ખુલાસો, ટીમમાં પસંદ થવા બદલ માંગવામાં આવ્યા હતા પૈસા
વિરાટ કોહલીનો ખુલાસો, ટીમમાં પસંદ થવા બદલ માંગવામાં આવ્યા હતા પૈસા

ભારતના ફૂટબોલર સુનીલ છેત્રી સાથે ઇંસ્ટાગ્રામ લાઇવમાં કોહલીએ ખુલાસો કર્યો

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટની ઓળખ બની ગયેલા વિરાટ કોહલી (Virat Kohli)એ સનસનાટી મચાવે તેવો ખુલાસો કર્યો છે. ભારતના ફૂટબોલર સુનીલ છેત્રી સાથે ઇંસ્ટાગ્રામ લાઇવમાં કોહલીએ જણાવ્યું કે એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં તેની પસંદગી માટે પિતા પાસે પૈસા માંગવામાં આવ્યા હતા. કોહલીએ કહ્યું કે તે સારું રમી રહ્યો હતો. સ્ટેટ ક્રિકેટમાંથી કોઈ આવ્યું હતું અને તેના પિતાને કહ્યું હતું કે પસંદગીમાં તો પરેશાની નથી પણ તેના માટે કશુંક વધારે કરવું પડશે. એટલું તો સમજમાં આવ્યું હતું કે તે પૈસા માંગી રહ્યા હતા. જોકે તેના પિતા મહેનત કરીને વકીલ બન્યા હતા અને મહેનત કરનારને આ બધી ભાષા સમજાય નહીં.

  કોહલીએ કહ્યું કે તેના પિતાએ કોચને કહ્યું કે પોતાના દમ પર તેનો પુત્ર કરી લેશે તે ઠીક છે પણ આવી રીતે રમવું નથી. ભારતીય કેપ્ટન વિરાટે કહ્યું હતું કે તે ત્યારે ઘણો રડ્યો હતો. આ સમયે પિતાએ કહ્યું હતું કે તે કર, જે કોઈ ના કરી રહ્યું હોય. તેમની આ વાત મે હંમેશા મનમાં ફીટ કરી લીધી હતી.  આ પણ વાંચો - ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી તલવારબાજી શીખવશે રવીન્દ્ર જાડેજા!

  આ દરમિયાન છેત્રીએ કોહલીને ઘણા સવાલો પૂછ્યા હતા. કોહલીએ કહ્યું કે તે સચિન તેંડુલકર(Sachin Tendulkar)નું પેડલ સ્કૂપ ચોરી કરવા માંગતો હતો. છેત્રીએ સવાલ કર્યો હતો કે જો અંતિમ બોલમાં ત્રણ રન કરવાના હોય તો વકાર યૂનુસ અને શેન વોર્નમાંથી કયા બોલરની પસંદગી કરે. કોહલીએ વકારનું નામ લેતા કહ્યું હતું કે તેને વિશ્વાસ છે કે વકાસના બોલ પર હિટ કરી દેશે.

  વિરાટ કોહલીએ છેત્રીને બાળપણની એક ઘટના બતાવી હતી. તેણે કહ્યું કે હું બાળપણમાં લોકોને લગ્નમાં નોટ ઉડાડતા જોતો હતો. મને ઘણી મજા આવતી હતી. એક દિવસ મારા ઘરે કોઈ મહેમાન આવ્યું અને મને 50 રુપિયાની નોટ આપીને સામાન લાવવા માટે મોકલ્યો હતો. મને ખબર ના પડી કે મને શું ગયું હતું, મેં તે નોટના ટુકડે-ટુકડા કરી દીધા હતા અને ઉડાડીને નાચવા લાગ્યો હતો. આ પછી મારી ઘણી પિટાઇ થઈ હતી.
  Published by:News18 Gujarati
  First published:May 18, 2020, 15:20 pm

  ટૉપ ન્યૂઝ