Virat Kohli: વિરાટ કોહલી ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? જાતે જ કર્યો મોટો ખુલાસો

વિરાટ કોહલીએ કહ્યું કે જે દિવસે મેદાન પર તેની આક્રમકતા નહીં રહે તે જ દિવસે તે રમવાનું છોડી દેશે.

Virat Kohli:વિરાટ કોહલીએ ટી-20માંથી કપ્તાની છોડી, જીત સાથે અંતિમ મેચ સમાપ્ત કરી ત્યારે હવે શું છે કિંગ કોહલીનો આગામી પ્લાન

  • Share this:
    ભારતના સ્ટાર ખેલાડી અને ટીમના ત્રણેય ફોર્મેટના કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) સોમવારે નામિબિયા (IND VS Namibia)  સામે ટી-20 મેચની જીત સાથે પોતાની ટી-20 કપ્તાની (T20 Captainship of virat Kohli)  છોડી અને એક યુગનો અંત આણ્યો છે. આ સાથે કોચ તરીકે શાસ્ત્રી યુગનો પણ અંત આવ્યો છે. આગામી સપ્તાહથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ (IND Vs New Zeeland  શ્રેણી માટે ટીમમાં નવા ખેલાડી કોચ દ્રવિડ સાથે સિરિઝ રમશે. જોકે, આ સાથે જ વિરાટ કોહલીએ પોતાના સંભાષણમાં નિવૃત્તિ અંગે જ ધડાકો કરી દીધઓ છે.

    વિરાટે કહ્યું,'ટીમના કોચ અને સપોર્ટ સ્ટાફનો દિલથી આભાર તેમણે ખૂબ સારું કામ કર્યુ અને ખેલાડીઓને માફક આવે તેવું વાતાવરણ જાળવી રાખ્યું. મેદાનમાં મારી આક્રમકતામાં કોઈ ફેરફાર નહીં પડે. હું સતત દોડતો રહીશ. ટીમ માટે કઈકને કઈક કરતો રહીશ. જે દિવસે હું આવું કરી શક્યો તે જ દિવસે હું ક્રિકેટ રમવાનું છોડી દઈશ.

    સૂર્યા કુમાર યાદવને તક મળે એટલે જ કેપ્ટન તરીકેની છેલ્લી મેચમાં ન રમ્યો

    કોહલી વન ડાઉન ખેલાડી છે. ગઈકાલે કેપ્ટન ,તરીકેની તેની છેલ્લી મેચ હતી. આ મેચમાં તેણે પ્રથમ વિકેટ બાદ રોહિત શર્મા પછી જાતે જવાને બદલે સૂર્યા કુમાર યાદવને ઉતાર્યો હતો. કોહલીએ કહ્યું કે એક યંગ પ્લેયર તરીકેની લાગણી કેવી હોય તે હું સમજું છું. તેને રમવાની તક મળી નહોતી. એક મેચમાં સારું રમી ન શક્યો બીજામાં વારો ન આવ્યો. હું તેને વર્લ્ડકપની સારી યાદગીરી આપવા માંગતો હતો તેથી મેં સૂર્યને ઉતાર્યો હતો. '

    આ પણ વાંચો : Ravi Shashtri : શાસ્ત્રી-કોહલીનો કાર્યકાળ કેવો રહ્યો? જાણો કેટલી ટુર્નામેન્ટ રમ્યા, કઈ કઈ ઉપલબ્ધીઓ મેળવી

    કોહલીએ કહ્યું ક્યારે નિવૃત્ત થશે

    પોતાના સંભાષણમાં વિરાટો કહ્યું હતું કે જે દિવસે મેદાનમાં તેની આક્રમકતા અને ઈરાદાઓ બંને ઢીલા પડી જશે તે દિવસે તે રમત છોડી દેશે. બાકી હાલમાં તો વર્ક લોડ ઓછો કરવા માટે ફક્ત કેપ્ટનશીપ છોડી રહ્યો છે. મને સમજાઈ ગયું હતું કે મારે હવે કેપ્ટનશીપનો વર્કલોડ ઓછો કરવાનો છે. એટલે હું આમાંથી ખસી રહ્યો છું.

    આ પણ વાંચો : Happy Birthday Prithvi Shaw : આજે પૃથ્વી શોનો જન્મદિવસ, 4 વર્ષની ઉંમરમાં માતા ગુમાવી, મીઠું-રોટલી ખાઈને કાઢયા હતા દિવસો

    ટી-20 ક્રિકેટ એટલે બે ઓવરમાં બાજી પલટી નાખવાનો ખેલ

    વિરાટે ઉમેર્યુ કે હવેના સમયમાં ટી-20 ક્રિકેટ એટલે બે ઓવરમાં બાજી પલટી નાખવાનો ખેલ, ટી-20 ક્રિકેટમાં આનાથી વિશેષ કઈ નથી. અને અમે પહેલી બે મેચમાં આ કરી શક્યા નહોતા જેનું પરિણામ છેક સુધી
    Published by:Jay Mishra
    First published: