કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસક ગણાતા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ફરી એક વખત તેની પ્રશંસા કરી છે. શાસ્ત્રીએ કોહલીની પ્રશંસા વેસ્ટ ઇન્ડીઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ અને પૂર્વ પાકિસ્તાની સુકાની ઇમરાન સાથે કરી છે.
રવિ શાસ્ત્રીએ ક્રિકબઝ વેબસાઇટને કહ્યું હતું કે વિરાટ એવા મહાન ખેલાડીઓમાં સામેલ છે જે જવાબ આપવાનું જાણે છે. તે હાવી બનીને રમવા ઇચ્છે છે અને કામને લઈને તેના જેવો પ્રતિબદ્ધ બીજો ખેલાડી કોઈ નથી. મને લાગે છે કે ભારત ભાગ્યશાળી છે કે તેની પાસે આવો કેપ્ટન છે. તે મને આ મામલે ઇમરાન ખાનની યાદ અપાવે છે.
કુલદીપ યાદવ વિદેશમાં નંબર વન સ્પિનર શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં પાંચ વિકેટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે વિદેશની ધરતી ઉપર અનુભવી આર.અશ્વિનના સ્થાને કુલદીપ યાદવ ટીમનો મુખ્ય સ્પિનર હશે. શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે કે કુલદીપ પહેલા જ અશ્વિન અને જાડેજાની આગળ નિકળી દેશનો નંબર વન સ્પિનર છે. તે પહેલા જ વિદેશમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે અને પાંચ વિકેટ ઝડપી ચૂક્યો છે. જેથી તે અમારો મુખ્ય સ્પિનર રહેશે. દરેકનો સમય હોય છે (અશ્વિનના ખરાબ ફોર્મ તરફ ઇશારો કરતા) હવે કુલદીપ વિદેશોનાં અમારો શીર્ષ સ્પિનર હશે.
પૂજારાએ ક્રીઝ પર ઉભા રહેવાની રીતમાં ફેરફાર કરતા ફાયદો મળ્યો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં જીતનો હીરો રહેલા ચેતેશ્વર પૂજારાને આ પહેલા ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમ ટેસ્ટમાં અંતિમ-11માં સ્થાન મળ્યું ન હતું. શાસ્ત્રીએ કહ્યું હતું કે તેની ટેકનિકમાં કોઈ ખામી ન હતી તણે ક્રીઝ પર ઉભા રહેવાની રીતમાં ફેરફાર કર્યો હતો જેનો ફાયદો તેને મળ્યો હતો. આ કોઈ મોટી વાત નથી. આ બધા સાથે બની શકે છે. મને લાગ્યું કે તેને સુધારી શકાય છે. તેને બધી મેચોમાં રમાડવાથી સુધારો કરવાની તક મળત નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર