Home /News /sport /વિરાટ કોહલીએ 2011 વર્લ્ડ કપ જીતને આ રીતે યાદ કરી, કહ્યું-'35 રનનો સ્કોર મારી કારકિર્દીમાં સૌથી મૂલ્યવાન'

વિરાટ કોહલીએ 2011 વર્લ્ડ કપ જીતને આ રીતે યાદ કરી, કહ્યું-'35 રનનો સ્કોર મારી કારકિર્દીમાં સૌથી મૂલ્યવાન'

2011 ODI World cup final: વિરાટ કોહલીએ 2011 વર્લ્ડ કપની ઐતિહાસિક જીતને યાદ કરી છે. (YUVRAJ SINGH TWITTER)

2011 ODI World cup final: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને આગળ કહ્યું, “તે 35 રન મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતા. હું તેને મારી કારકિર્દીના સૌથી કિંમતી 35 રન માનું છું. મને ખુશી છે કે હું ટીમની વાપસીમાં યોગદાન આપી શક્યો. હું ODI વર્લ્ડ કપ જીતવાનો આનંદ વર્ણવી શકતો નથી

વધુ જુઓ ...
    ટીમ ઈન્ડિયા (Team Indian)એ 11 વર્ષ પહેલા 2 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના નેતૃત્વમાં ભારતીય ટીમે શ્રીલંકા (Srilanka)ને હરાવીને 28 વર્ષ બાદ વર્લ્ડ કપ (2011 ODI World cup final) જીત્યો હતો. આ જીતમાં દરેક ખેલાડીનું મહત્વનું યોગદાન હતું. આમાં વિરાટ કોહલી પણ સામેલ હતો. તેણે ફાઇનલમાં શ્રીલંકા સામે 35 રન બનાવ્યા હતા. કોહલીને પણ તે દિવસ બહુ સારી રીતે યાદ છે. વિરાટની IPL ફ્રેન્ચાઇઝી RCBએ આ જીતના 11 વર્ષ પૂરા થવા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ ઐતિહાસિક જીતને યાદ કરી છે.

    વિરાટ કોહલી (Virat Kohliએ કહ્યું, “મને હજુ પણ યાદ છે જ્યારે હું વર્લ્ડ કપની ફાઇનલમાં બેટિંગ કરવા મેદાનમાં જતો હતો. ત્યારબાદ બે વિકેટ વહેલી પડી ગઈ હતી. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ બંને આઉટ થયા હતા. જ્યારે હું બેટિંગ કરવા આવી રહ્યો હતો ત્યારે પેવેલિયન પરત ફરતા સચિન પાજીએ મને મોટી ભાગીદારી કરવાનું કહ્યું હતું. આ પછી ગૌતમ ગંભીર અને મારી વચ્ચે 90 રનની ભાગીદારી થઈ (ખરેખર ત્રીજી વિકેટ માટે 83 રન). ત્યારે મેં 35 રન બનાવ્યા હતા."

    આ પણ વાંચો- Women's World Cup Final: પીએમ મોદીએ ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રોત્સાહિત કરી, જાણો શું કહ્યું?

    વર્લ્ડ કપ જીતને ભૂલી શકતો નથીઃ કોહલી

    ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને આગળ કહ્યું, “તે 35 રન મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતા. હું તેને મારી કારકિર્દીના સૌથી કિંમતી 35 રન માનું છું. મને ખુશી છે કે હું ટીમની વાપસીમાં યોગદાન આપી શક્યો. હું ODI વર્લ્ડ કપ જીતવાનો આનંદ વર્ણવી શકતો નથી. ભીડ વંદે માતરમ ગાતી હતી અને જો-જીતા વહી સિકંદરના નારા લગાવી રહી હતી. હું આ એક ક્ષણ ક્યારેય ભૂલી શકતો નથી."

    આ પણ વાંચો- અમદાવાદમાં રોડ-રસ્તાઓ પર લાગેલા અરવિંદ કેજરીવાલના બેનરો હટાવાતા AAP કાર્યકરોમાં રોષ

    2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 274 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મહેલા જયવર્દનેએ સદી ફટકારી હતી. જેના જવાબમાં ભારતે 4 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ગૌતમ ગંભીરે સૌથી વધુ 97 રન બનાવ્યા હતા. ત્યાં જ ધોનીએ 79 બોલમાં 91 રનની કેપ્ટન ઇનિંગ પણ રમી હતી. તેણે છેલ્લા બોલે સિક્સર ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News Gujarati, ICC World cup, Virat kohli innings, Virat kohli record

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन