Home /News /sport /

કોહલીની ટ્વિટે મચાવ્યો કોહરામ, તોડ્યો સચિનનો રેકોર્ડ

કોહલીની ટ્વિટે મચાવ્યો કોહરામ, તોડ્યો સચિનનો રેકોર્ડ

અમદાવાદ: ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જી હાં, બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરતા જ વિરાટે ક્રિકેટનાં ભગવા સચિન તેન્ડુલકરનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટની એક ટ્વિટ 78 હજારથી વધુ વખત રીટ્વિટ થઇ છે. જે પોતે જ એક રેકોર્ડ છે. વિરાટ કોહલીની આ ટ્વિટ 78,000થી વધુ વખત રીટ્વિટ થઇ છે અને તેને 4 લાખ 11 હજારથી વધુ લાઇક્સ મળ્યા છે.

શું છે આખી વાત
સોમવારે અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ કોહલીએ તેનાં ચાહકો માટે ટ્વિટ કરીને તેનાં લગ્નની વાત જાહેર કરી. આ ટ્વિટ તેણે રાત્રે 8.51 વાગ્યે કરી હતી. જેમાં તેણે લગ્નની તસવીર શેર કરતા લખ્યુ કે, આજે અમે એક બીજા સાથે હમેશા માટે પ્રેમનાં બંધનમાં બંધાવવાનું વચન આપ્યુ છે. આ ટ્વિટને સોશિયલ મીડિયા સાઇટ્સ પર ચાહકોએ ખુબ રિસ્પોન્સ આપ્યો છે.



સચિન કરતાં ઘણો આગળ નીકળ્યો વિરાટ
વિરાટની આ ટ્વિટ અત્યાર સુધઈની સૌથી વધુ રીટ્વિટ થઇ છે. અત્યાર સુધીમાં કોઇપણ ક્રિકેટર્સની કોઇપણ ટ્વિટ આટલી રિટ્વિટ થઇ નથી. આ પહેલાં વર્ષ 2013માં સચિન તેન્ડુલકરની એક ટ્વિટ 16 હજારથી વધુ વખત રિટ્વિટ થઇ હતી. અને તેને 13 હજારથી વધુ લાઇક્સ મળી હતી. પણ વિરાટે સચિની ટ્વિટનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે.



આ પહેલાં પણ સોશિયલ મીડિયા પર છવાયો હતો વિરાટ
આ પહેલાં જ વિરાટની એક ટ્વિટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. અનુષ્કા શર્માનાં સપોર્ટમાં કરેલી વિરાટની આ ટ્વિટ 39 હજાર વખત રીટ્વિટ થઇ હતી અને તેને એક લાખથી વધુ લાઇક્સ પણ ણળી હતી. આ ટ્વિટને સોશિયલ મીડિયા પર અનુષ્કાને ટ્રોલ કરનારાની વિરોધમાં વિરાટે લખી હતી.

First published:

Tags: Social media, Tweet, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन