Home /News /sport /VIDEO: કિંગ કોહલીની ભાઈબંદી! લોકેશ રાહુલ ફોર્મમાં પરત આવતા ચડાવ્યો પાનો, છગ્ગા પર જુઓ કેવું રીએક્શન આપ્યું
VIDEO: કિંગ કોહલીની ભાઈબંદી! લોકેશ રાહુલ ફોર્મમાં પરત આવતા ચડાવ્યો પાનો, છગ્ગા પર જુઓ કેવું રીએક્શન આપ્યું
લોકેશ રાહુલની સિક્સ પર કોહલીનું રીએક્શન
T20 WORLDCUP 2022: ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2022માં આજે બાંગ્લાદેશ સામે પોતાની ચોથી મેચ રમી રહી છે. એડીલેડમાં રમાઈ રહેલી આ મેચમાં ઓપનર લોકેશ રાહુલ ફરી ફોર્મમાં આવી ગયો હતો.
INDvsBAN: ભારતીય ક્રિકેટ ટીમનો ક્લાસ ઓપનર લોકેશ રાહુલ ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. ઇજામાથી સાજા થયા બાદ રાહુલ પોતાના આગવા ટચમાં દેખાયો નથી. જો કે આજે બાંગલાદેશ સામેની મેચમાં રાહુલ પોતાના લાક્ષણિક અંદાજમાં દેખાયો હતો. તેણે કેટલાક દર્શનીય શોટ્સ ફટકાર્યા હતા અને ટીમને સારી શરૂઆત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
રાહુલની ફરી ફોર્મમાં વાપસી
ભારતે કેપ્ટન રોહિત શર્માની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ અને વિરાટ કોહલીએ બેટિંગની ધુરા સંભાળી હતી. તેમાં પણ રાહુલના કેટલાક શોટ્સ જોઈને તો ભારતીય ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા. મેદાનમાં જ હાજર પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અમુક શૉટ જોઈને ચોંકી ગયો હતો અને પોતાના જૂના સાથીને મદદ કરતો અને પાનો ચઢાવતો જોવા મળ્યો હતો.
" isDesktop="true" id="1277404" >
દસમી ઓવરમાં ભારતને કેએલ રાહુલના રૂપમાં બીજા ઝાટકો લાગ્યો હતો. કેેએલ રાહુલ 32 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ફોરની મદદથી અર્ધશતક બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ચોથી ઓવરમાં રોહિત શર્મા માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો.
આજની મેચ ભારત માટે મહત્વની છે કારણ કે ભારત પોતાની ત્રણ મેચમાંથી અત્યાર સુધીમાં 2 મેચ જીતી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પોતાના ગ્રૂપમાં બીજા નંબરે છે. આજની મેચ જીતે તો ભારત માટે સેમી ફાઈનલમાં પહોંચવાનો માર્ગ મોકળો થઈ જશે.
અક્ષર પટેલને ફરી ટીમમાં સ્થાન
આજે ટી20 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો જામશે. સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવવા માટે ભારત માટે આ મેચ ઘણી બધી રીતે મહત્વની છે. તો આજે ટીમમાં ફરી એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈ મેચમાં તક મળ્યા બાદ દિપક હુડાને આજે ફરી મેદાનની બહાર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ફરી ટીમમાં સ્થાન મળી ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર