Home /News /sport /

Virat Kohli-Ravi Shatri : વિરાટ કોહલી-રવિ શાસ્ત્રી ICC ટ્રોફી જીતી ન શક્યા પણ વનડેમાં આ પાંચ સિદ્ધી છે ખાસ

Virat Kohli-Ravi Shatri : વિરાટ કોહલી-રવિ શાસ્ત્રી ICC ટ્રોફી જીતી ન શક્યા પણ વનડેમાં આ પાંચ સિદ્ધી છે ખાસ

વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીના સમયમાં ભારતે રમેલી 5 શ્રેષ્ઠ વન-ડે મેચ

Virat Kohli-Ravi Shatri : ODIમાં રવિ અને વિરાટના કોમ્બિનેશને ટીમને સફળતાના નવા શિખરો સર કરાવ્યા. આજે આપણે આ જોડીના કોમ્બિનેશનમાં રમાયેલા શ્રેષ્ઠ વન ડે મેચ વિશે વાત કરીશું.

  ભારત અને નામિબીયા વચ્ચે રમાયેલો મુકાબલો ઈતિહાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ એ જ અંતિમ મુકાબલો છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ (coach of Indian cricket team) તરીકે રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ ટીમને અલવિદા કહ્યું સાથે જ વિરાટ કોહલી (Virat Kohli)એ પણ જાહેરાત કરી કે તે હવે આંતરરાષ્ટ્રીય ટી20 (T20I) મુકાબલામાં ટીમની કપ્તાની કરશે નહીં. રવિ અને વિરાટના કોમ્બિનેશને ટીમને સફળતાના નવા શિખરો સર કરાવ્યા. આજે આપણે આ જોડીના કોમ્બિનેશનમાં રમાયેલા શ્રેષ્ઠ વન ડે મેચ વિશે વાત કરીશું.

  ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ, 2018  : ભારતીય ટીમે વર્ષ 2018માં સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝમાં 5-1ના મોટા માર્જીનથી જીત મેળવી હતી. કદાચ કોઈએ વિચાર્યુ પણ નહીં હોય કે ભારત દ. આફ્રિકાને આટલા મોટા માર્જીનથી ધૂળ ચટાવશે. ટેસ્ટ સીરિઝમાં 2-1ની હાર બાદ વિરાટ અને ટીમે શાનદાર કમબેક કર્યું અને સળંગ ટીમને ત્રણ મેચમાં જીત અપાવી. ચોથી મેચમાં હારનો સામનો કર્યા બાદ અંતિમ 2 મેચમાં ભારતે ફરી શાનદાર પ્રદર્શન કર્યું.

  ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, 2018-19

  વર્ષ 2018-19માં ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ યાદગાર રહ્યો. અહીં ટી20માં હારનો સામનો કર્યા બાદ વન ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.

  આ પણ વાંચો : Ajinkya Rahane: અંજિક્યા રહાણેની લવ સ્ટોરી છે ફિલ્મી, બચપનની દોસ્ત રાધિકા સાથે કર્યા છે લગ્ન

  પ્રથમ મેચમાં ભારતની હાર બાદ અન્ય બે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કર્યા હતા. અહીં ધોનીએ 87 રન ફટકાર્યા હતા. સાથે જ ભારતે 49.2 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી જીત મેળવી હતી.

  ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ, 2019

  ભારતીય ટીમે વિન્ડિઝના પ્રવાસ દરમ્યાન 2 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમી હતી. આપને જાણીને નવાઈ લાગશે કે ભારતે વિન્ડિઝને એકપણ મેચ જીતવા દીધી ન હતી. પ્રથમ 2 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી, પણ અન્ય 2 મેચ ભારતના પક્ષમાં રહી હતી. બીજી મેચમાં DLS મેથડથી ભારતને 59 રને જીત મળી હતી. જેમાં વિરાટના 125 બોલમાં ફટકારેલા 120 રને મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતે 2-0ના માર્જિનથી સીરિઝ જીતી હતી.

  ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 2018-19

  ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ખૂબ રોમાંચક રહ્યો હતો. આ પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમે બેક ટૂ બેક ત્રણ જીત નોંધાવી હતી પણ ચોથી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બોલિંગ અને બેટિંગ ડિપાર્ટમેન્ટના તમામ ખેલાડીઓએ ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું. અંબાતિ રાયડુએ 5 મેચમાં 66.33ની એવરેજથી 190 રન ફટકાર્યા હતા. જ્યારે શમી અને યુઝવેન્દ્ર ચહલે 9-9 વિકેટ ઝડપી હતી, તો કુલદીપ યાદવ 8 વિકેટ ઝડપી હતી.

  આ પણ વાંચો : Jaydev Unadkat: જયદેવ ઉનડકટની હાર્દિક પંડ્યા સાથે સરખામણી થતા કર્યો ખુલાસો, ટ્વીટર પર લખ્યુ-Video મૂકવાનો અર્થ એ નથી કે....

  ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 2021

  આ વર્ષની શરૂઆતમાં ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ કર્યો હતો. ઈંગ્લેન્ડના નિરાશા જનક પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડ એક પણ ફોર્મેટમાં એક પણ મુકાબલો જીતી શક્યું નહી. એકબાદ એક સળંગ હારનો સામનો કર્યા બાદ વન ડે માટે ઈંગ્લેન્ડનું મનોબળ મજબૂત હતું પણ તે ભારતીય ટીમ સામે ઝાઝું ટકી શક્યું નહીં. પ્રથમ વન-ડેમાં ભારતે 317 રન ફટકાર્યા, જેની સામે ઈંગ્લેન્ડ માત્ર 251 રન જ બનાવી શક્યું. ત્રીજી વન ડેમાં ઈંગ્લેન્ડએ જીતવાના ભરપૂર પ્રયત્નો કર્યા છતાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો.
  First published:

  Tags: Cricket News in Gujarati, રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन