Virat Kohli-Ravi Shastri : વિરાટ-શાસ્ત્રીની જુગલબંધીએ ટેસ્ટ સિરીઝમાં રચ્યો છે ઈતિહાસ, આ પાંચ ટેસ્ટ સૌથી યાદગાર

રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડી માટે કેવી રહી સફર, આવો છે રેકોર્ડ

Virat Kohli-Ravi Shastri : આ જોડી આઇસીસી ટ્રોફી ઘરે ન લાવી શકી, પરંતુ જ્યારે લાંબા ફોર્મેટની વાત આવે ત્યારે આ જોડીએ ઘણા જીતના શિખરો સર કર્યા છે. તો ચાલો નજર કરીએ વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીની જુગલબંધીએ જીતેલી 5 બેસ્ટ ટેસ્ટ સીરિઝ પર.

 • Share this:
  ICC T20 વર્લ્ડ કપ 2021(ICC T20 World Cup)માં નામિબિયા સામે ભારતની છેલ્લી મેચ ઘણી રીતે ખાસ હતી. કારણ કે તે મેચ હતી, જ્યારે વિરાટ કોહલી (Virat Kohli)એ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો (T20 International Matches)માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નું નેતૃત્વ કર્યુ. આ સાથે જ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રી (Ravi Shastri)ના કરિયર પર પણ વિરામ મુકાયું હતું. વિરાટ અને રવિ શાસ્ત્રીની જોડીએ છેલ્લા 7 વર્ષમા ભારતીય ટીમને ઘણી યાદગાર જીતો અપાવી હતી. જોકે, આ જોડી આઇસીસી ટ્રોફી ઘરે ન લાવી શકી, પરંતુ જ્યારે લાંબા ફોર્મેટની વાત આવે ત્યારે આ જોડીએ ઘણા જીતના શિખરો સર કર્યા છે. તો ચાલો નજર કરીએ વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીની જુગલબંધીએ જીતેલી 5 બેસ્ટ ટેસ્ટ સીરિઝ પર.

  બોર્ડર-ગાવસ્કર સીરિઝ (2018-19)

  વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ દેશ બનીને નવો ઇતિહાસ લખ્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટમાં 31 રને જીત મેળવીને ઓસ્ટ્રેલિયાને હરાવીને સીરીઝમાં પ્રારંભિક લીડ મેળવી હતી.

  ચેતેશ્વર પુજારા ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન હતો અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. તેણે 4 મેચમાં 74.43ની એવરેજથી 521 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહ સીરઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો અને તેણે 4 મેચમાં 17ની સરેરાશથી 21 વિકેટ લીધી હતી.

  બોર્ડર-ગાવસ્કર સીરીઝ (2020-21)

  વર્ષ 2018-19ની બોર્ડર-ગાવસ્કર સીરીઝની જીત બાદ વર્ષ 2020-21માં પણ મેન ઇન બ્લૂએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતું. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ પરત ફર્યો હતો પરંતુ તેની ગેરહાજરીમાં પણ ભારતે ખૂબ સારી રીતે રમ્યું હતું. સ્ટેન્ડ-ઇન કેપ્ટન અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતે 2-1ના માર્જિનથી સીરીઝ જીતી હતી.

  આ પણ વાંચો : ભારતીય ટીમમાં સૌથી વધુ વિરાટ કોહલી, રોહિત શર્મા-જસપ્રીત બુમરાહને મળે છે પગાર, જાણો ખેલાડીઓની સેલેરી

  આ સીરીઝમાં ઋષભ પંતે 3 મેચમાં 68.50ની એવરેજથી 274 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ રમીને મોહમ્મદ સિરાજે ભારત માટે 29.54 સરેરાશ સાથે 3 ટેસ્ટમાં સૌથી વધુ 13 વિકેટ લીધી હતી.

  2021માં ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ

  ઈંગ્લેન્ડ ફેબ્રુઆરી 2021માં ચાર મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારત આવ્યું હતું. ફરી એકવાર ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ ટેસ્ટ 227 રનના મોટા માર્જિનથી હારી ગઈ. જોકે, ભારતે જોરદાર બાઉન્સ બેક કર્યું અને શ્રેણીમાં બાકીની તમામ ત્રણ ટેસ્ટ જીતી લીધી. રોહિત શર્માએ 57.50ની એવરેજ સાથે 4 મેચમાં 345 રન કર્યા. જ્યારે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની જોડીએ કમાલ કરી દીધી. અશ્વિને 14.72ની સરેરાશ સાથે 4 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષરે 10.59ની એવરેજ સાથે 2 મેચમાં 27 વિકેટ ઝડપી હતી.

  ભારતનો વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ(2019)

  ભારતે તેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મિશનની શરૂઆત 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ સાથે કરી હતી. જોકે, પ્રથમ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહોતો. ભારતે પ્રથમ અને બીજી બંને ટેસ્ટ અનુક્રમે 318 અને 257 રનના મોટા માર્જિનથી જીતી હતી. અજિંક્ય રહાણે અને જસપ્રિત બુમરાહે ભારતની જીતમાં મોટું યોગદાન આપ્યુ હતું. રહાણેએ 90.33ની એવરેજ સાથે 2 મેચમાં 271 રન કર્યા. જ્યારે બુમરાહે 10ની એવરેજ સાથે 2 મેચમાં 13 વિકેટ્સ ઝડપી હતી.

  આ પણ વાંચો : Sachin Tendulkar: સચિન તેંડુલકરે પત્નીના જન્મદિવસે ગુજરાતી ભોજન માણી લખ્યું, 'સરસ ગુજરાતી જમ્યા પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા'

  ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ (2019)

  વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ જીત્યા બાદ ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમવાની હતી. જોકે, મેન ઇન બ્લુએ સીરીઝની ત્રણેય મેચોમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું હતું. ટેસ્ટમાં વાપસી કરી રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે શ્રેણીમાં 132.25ની સરેરાશથી 529 રન બનાવ્યા. મયંક અગ્રવાલ પણ શાનદાર રમ્યો હતો કારણ કે તેણે 3 મેચમાં 85.00ની એવરેજથી 340 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે, બંગ્લોને આટી મારે એવો છે ફ્લેટ

  રવિચંદ્રન અશ્વિને 3 મેચમાં 25.27ની એવરેજથી 15 વિકેટ લીધી હતી. ભારતે ત્રણેય ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને આ રીતે તેને 3-0થી વ્હાઇટવોશ કર્યુ હતું.
  First published: